SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના जाएण जीवलोए, दो चेव नरेण सिक्खिअव्वाई | कम्मेण जेण जीवइ, जेण मञेण सग्गई जाइ ॥ १ ॥ આ લેાકમાં ઉત્પન્ન થયેલ મનુષ્યે એ વાત જરૂર શિખવી જોઇએ એક તે પોતાના સુખે નિર્વાહ થાય અને બીજી મરણ પછી સતિ થાય.’ શ્રાદ્ધવિધિ પૃષ્ઠ ૩૦૭ આયોરાંગ સૂત્રમાં સુધર્માં સ્વામિએ પ્રથમ સૂત્રમાં જણાવ્યું છે કે, હું આયુષ્યમન જંબુ! આ જગમાં કેટલાય જીવાને એની ખબર નથી કે હું કયાંથી આવ્યા ? અને કયાં જવાના છું? અર્થાત મારા આત્મા પુનર્જન્મ પામતારા છે કે નહિ ? હું પૂર્વે કાણુ હતા અને અહિંથી ચ્યવીની જન્માંતરમાં કાણુ થઈશ ?’ જગતમાં આપણે આપણી સમક્ષ સેકડો માણસાને જન્મતાં જોઇએ છીએ અને મરતાં પણ નિહાળીએ છીએ. ગઈકાલે તંદુરસ્ત, સશકત અને નખમાં પણુ રાગ ન હાય તેવા માણસા ઘડીભરમાં ચાલ્યા જતાં આપણે નજરેાનજર દેખીએ છીએ પણ આપણને અતર્મુખ બની એવા વિચાર નથી આવતા કે આ માણસા મરીને કયાં જાય છે? કયાંથી આવ્યા હશે? તેમજ હું પણ એક દીવસ જરૂર મરીશ. અને મરીને કયાં જઈશ ? આ જે મારૂં તંદુરસ્ત શરીર છે, સાધન સંપત્તિ છે, પરિવાર છે નાકર ચાકર છે તે શાથી મળ્યું? હું અહિં આવ્યેા કયાંથી ? અને મહિ' કેટલેા વખત ટકીશ. ’ માનવજાત બુદ્ધિમાન છે. તે પેાતાના પ્રત્યેક પ્રસગામાં ગણતરી મુકે છે. વ્યાપા૨માં કે વ્યવહારમાં તેની ખુદ્ધિ પ્રમાણે ગણતરી વિના કામ કરતા નથી. ધંધા કરતા પહેલાં પેાતાની શક્તિ, નાણાનું ભડાળ, સોગ અને ભવિષ્ય આ બધાના વિચાર કરે છે. સગાના સંબંધેા ખાંધતાં સામાના સ્વભાવ, ચેાગ્યતા અને વ્યવહારને ધ્યાન રાખી સંબંધ ખાંધે છે, આ વ્યાપાર અને વ્યવહારને તે સાચી રીતે સમજે છે કે સમીરને નયનયોઃ નહિ શિબ્રિસ્તિ' આંખ મીચાયા પછી કાંઇ નથી. તેમ છતાં તેમાં પુરી ચીવટ રાખે છે. જ્યારે પેાતાના માટે હું કાણુ ? કયાંથી આવ્યે ? અહીં કેટલા વખત ટકીશ ? મારી આ સ્થિતિનું કારણ શું ? અને હું અહિથી કયાં. જઈશ ?’ તેના ભાગ્યે જ વિચાર કરે છે. કદાચ આવા વિચાર કાઇ શુભ પળે મગજમાં આવે તો તે તેમાં ઊંડા ઉતરતા નથી પણ તેને પડતા મુકી ખીજે વિચારે લાગી જાય છે. જ્યારે વ્યાપાર કે વ્યવહારની કોઈ ગણતરીમાં પેાતાને ગેડ ન બેસે તા પેાતાના સંબંધીઓને, અનુભવીઓને અગર તેના નિષ્ણાતાને પૂછી અભિપ્રાય મેળવી ચાક્કસ કરે છે. બુદ્ધિમાન તા તે કહેવાય કે જે લાંબી દષ્ટિ પહેાંચાડી ભવિષ્યના લાભના વિચાર કરે. બુદ્ધિશાળી વ્યાપારી ભવિષ્યના લાભની ખાતર પ્રતિષ્ઠા જમાવવામાં ખુબ ખર્ચ કરે છે. તાત્કાલિક અન્યાયથી મળતા લાભ જતા કરે છે અને તે સમજે છે કે અત્યારે २
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy