SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ ૧. દષ્ટિરાગી ધર્મ પામી શકતો નથી તેના ઉપર દાન તરીકે ભુવનભાનુ કેવળીને જે જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામને રાજપુત્ર હતો તે ૨ દષ્ટિરાગી ધર્મ પાળી શકતા નથી તેના ઉપર ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત [ભવભાવના ગ્રંથમાં અનિત્ય ભાવનાના પ્રસંગમાં ભુવનભાનુ કેવળીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં ભુવનભાનું કેવળી વિજયપુરના ચંદ્રમૌલિ રાજા આગળ પિતાનો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યો ત્યાંથી માંડી કેવળજ્ઞાન પામ્યા સુધીનું પિતાનું વૃત્તાંત ઉપમિતિ ભવપ્રપંચની શૈલિએ જણાવે છે. જે ટુંકમાં નીચે મુજબ છે] વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામને રાજા રાજ્ય કરતે હતે. એક પાલકે આવી જણાવ્યું કે “ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.” રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પુછ્યું કે “હે ભગવન મને કેણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કરશે” ભગવાને જવાબ આપ્યો કે “મને શરણભૂત થઈ મારો વિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈતમારે નિસ્તાર કરશે પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પિતાનું વૃત્તાન્ત જણાવે છે. આજથી અનંતકાળ પહેલાં ચારિત્ર ધર્મ રાજાના સૈન્યનો સહાયક થઈને મેહશત્રુના સૈન્યને ક્ષય કરી શકશે તેમ માની કર્મ પરિણામ મહારાજાએ અસંવ્યવહાર્યનિગોદમાંથી સંવ્યવહાર્ય નિગોદમાં મને મૂકો. આ સમાચાર સાંભળી મહારાજાએ કુપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગંધી રાખ્યો. પછી કર્યું પરિણામ રાજા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યમાં મને લઈ ગયો. વચમાં વારંવાર મહારાજા કુપિત થઈને ઘણીવાર નિગોદમાં લઈ જતું હતું. આમ અનંત પુકલ પરાવર્તા ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મેહરાજાએ કુલદષથી; જાતિદેષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની પેઠે ફરી એકેંદ્રિયાદિકમાં લઈ જઈ મને અનેક પુગળ પરાવર્ત ભમાવ્યો. એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. ત્યાં “સ્વજન ધન ભવન યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે. પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરે” આ પ્રમાણે ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઈ અને સ્વયંભુ ત્રિદંડીને શિષ્ય થયું. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડયા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિ પ્રદેશ સુધી પહોંચે પણ છેદી ન શકો ત્યાંથી પાછા ફરી અનંતીવાર એકેંદ્રિયાદિકમાં રખડળે આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy