SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જણાવેલ ૪૫ આગમ વીતરાગ પરમાત્માના વચનથી અલંકૃત છે તેમાંથી ૧-૨-૩ અથવા સંપૂર્ણ શ્રવણ કર્યો હોય તે મારા આત્માને શરણભૂત થાઓ. ૭ દુષ્કૃતની નિંદા, આખી જીંદગીમાં જે જે પાપકર્મો કર્યા હોય તેની આત્મસાક્ષિએ નિંદા કરવી તે આ પ્રમાણે :– ઉત્સત્ર પ્રરૂપણા કરી હોય, તથા પિતાની બુદ્ધિ પ્રમાણે અર્થનો અનર્થ કયો હાય, હળ, હથિયાર વંટી વિગેરે જેને સંહાર થાય તેવાં અધિકારણે વસાવ્યાં હોય, પાપ કરીને કુટુંબને પડ્યા હોય, ઈત્યાદિ દુષ્કર્મો આ ભવ તથા પરભવમાં કે - ભવમાં કીધાં હોય તે તમામ દુષ્કર્મોને મન, વચન, કાયાએ કરી આત્મસાક્ષિથી નિંદુ છું એ પ્રમાણે પશ્ચાતાપ કરો. ૮ શુભ ભાવના. ભાવશુદ્ધિ કરવી એટલે સમતાવાળા પરિણામ કરવા, સુખ દુઃખનું કારણ જીવને પિતાનાં કરેલાં કર્મ સિવાય બીજું કઈ નથી. માટે હે આત્મા! જે જે દુખ આવે તે સમભાવે સહન કરજે. જેવું કરીશ તેવું ફળ પામીશ. માટે કેઈ ઉપર દ્વેષ નહિં કરતાં સમતા ભાવમાં લીન રહેજે. ૯ અનશન (આહાર ત્યાગરૂપ) કરવું. ગ્ય અવસરે અમુક વખત સુધી ચારે આહારના અથવા ત્રણ આહારનાં પચ્ચખાણ કરવાં. અત્યારે જીથી ચાર આહારના જાવજ જીવ સુધીના પચ્ચખાણ કરી શકાય નહિ. કારણકે તેવું સંઘચણ નથી તેમ તેવું જ્ઞાન નથી. માટે અમુક ટાઈમ સુધીનાં પચખાણ કરવાં કરાવવાં. ૧૦ નમસ્કાર કરવા. દશમા અધિકારે નમસ્કાર રૂપ મહામંત્રનું સ્મરણ કરવું. તેનું ધ્યાન કરવું. શુભ ગથી એક નવકાર પણ ગણવાથી ઘણાં કર્મો તેજ વખત ભસ્મીભૂત થઈ જાય છે. છેલ્લા સમયમાં છએ અપૂર્વ ચિંતામણિ રત્નથી અધિક નવકાર મંત્રનું ધ્યાન છોડવું નહિ. તેમાંજ લયલીન થવું. ઉપર પ્રમાણે દશ અધિકાર પ્રથમ મૂળ ગાથામાં બતાવેલ છે તે વિસ્તારથી બતાવ્યા. આ દશ અધિકાર અને શુભ ગતિમાં લઈ જનારા હેવાથી દરેક ભવ્ય જીએ તેને મન, વચન, કાયાએ કરી આદરવા. - આ અવસરે રશ અધિકારનું પુણ્ય પ્રકાશનું) સ્તવન તથા પદ્માવતીનું જીવરાશિ ખમાવવાનું સ્તવન વિગેરે સમય હોય તે સાંભળવું-સંભળાવવું.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy