SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર જીવલેકના બંધુ અને કુગતિરૂપ સમુદ્રના પાર પામનાર મહાભાગ્યવાળા અને જ્ઞાન, દર્શન ચારિત્રવડે મોક્ષ સુખના સાધનાર એવા મુનિરાજે મને શરણભૂત છે. केवलिणो परमोही, विउलमइ सुयहरा जिणमयंमि। ___ आयरियउवज्झाया, ते सव्वे साहुणो सरणं ॥ કેવળજ્ઞાનીઓ તથા પરમાવધિજ્ઞાનવાળા તથા વિપુલમતિ મન પર્યવજ્ઞાનવાળા તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનારા તથા જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુઓ મને શરણભૂત થાઓ. चउदसदसनवपुव्वी, दुवालसिकारसंगिणो जे अ। जिणकप्पाऽहालंदिअ, परिहारविसुद्धि साहू अ॥ ચૌદ પૂવર, દશ પૂર્વી, નવ પૂવી તથા બાર અંગના ધારણ કરનાર, અગ્યાર અંગના ધારનાર તથા જિનકલ્પી, યથાલંદી, પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા તથા ક્ષીર શ્રવ, મક્વાશ્રય લબ્ધિવાળા સંબિન શ્રત લબ્ધિવાળા તથા બુદ્ધિવાળા તથા ચારણ મુનિઓ તથા વૈક્રિયલબ્ધિવાળા તથા પદાનુસારીલબ્ધિવાળા સાધુઓ મને શરણભૂત થાઓ. તથા તેડયું છે નેહરુ૫ બંધન જેમણે તથા નિવિકારી સ્થાનમાં રહેનાર તથા સજજન પુરુષને આનંદ આપનાર અને આત્મરમણુતામાં રમનાર મુનિરાજે મને શરણ ભૂત થાઓ, તથા ત્યાગ કર્યો છે વિષય કષાયો જેમણે, તથા ત્યાગ કર્યો છે સ્ત્રી સંગના સુખના આસ્વાદને જેમણે, તથા હર્ષ, શેક, પ્રમાદ વિગેરેને દૂર કરનારા મુનિરાજે મને શરણભુત થાઓ. આ પ્રમાણે સાધુનું શરણ કરીને પછી હર્ષયુકત ચિત્તવાળો થયો થકે કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારવા માટે નીચે પ્રમાણે કહે છે – શું કેવલીભાષિત ધર્મનું શરણુ. निद्दलिअकलुसकम्मो, कयसुहजम्मो खलीकयअहम्मो। पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥ અતિશય દળી નાંખ્યા છે માં કર્મ જેણે તથા કર્યો છે શુભ જન્મ જેણે તથા દુર કર્યો છે અધમ જેણે ઈત્યાદિક પરિણામે સુંદર જિનધર્મ મને શરણભુત થાઓ. पसमिअकामप्पमोह, दिहादिठेसु न कलियविरोहं । सिवसुहफलयममोहं, धम्म सरणं पवनोहं ॥ વિશેષે કરીને કામને ઉન્માદ સમાવનાર તથા દેખેલા અથવા નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં તથા મેક્ષ સુખરૂપ ફળને આપનાર એવા સફળ ધર્મનું મને શરણ થાઓ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy