SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ભાવશ્રાવકને અધિકાર છે. આ ભાવશ્રાવક દર્શન ભાવશ્રાવક, વ્રત ભાવશ્રાવક અને ઉત્તર ગુણ ભાવશ્રાવક એ રીતે ત્રણ પ્રકારે છે. અહિં શ્રાવક તથા શ્રાદ્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. ૧ આઠ પ્રકારના કમને શુભ ગથી જે ક્ષય કરે તે શ્રાવક. ૨ જે મુનિઓ પાસેથી સારી રીતે શ્રાવકની સમાચાર સાંભળે તે શ્રાવક ૩ જે શ્રદ્ધા રાખે, સુપાત્રમાં ધનને વ્યય કરે અને ખરાબ કર્મને ક્ષય કરે તે શ્રાવક. ૪ તેમજ ધમને વષે જે શ્રદ્ધા રાખે તે શ્રાદ્ધ કહેવાય છે. આ શ્રાવક અને શ્રાદ્ધ શબ્દને અર્થ ભાવશ્રાવકને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. અને આ ભાવ શ્રાવકના દર્શન, વ્રત અને ઉત્તર ગુણ તેને લઈ ત્રણ પ્રકાર છે. દિન કૃત્ય” ની વિધિ. नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई । पडिकमिअ सुइपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ ભાવાર્થ-નવકાર ગણીને જાગ્રત થવું. પછી પિતાના કુળ નિયમાદિ સંભારવા ત્યાર બાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિન મંદિરમાં જિનેશ્વરને પૂછ પચ્ચકુખાણ કરવું. બાહ્મ મુહૂતે ઉઠવું. ઉઠતાંની સાથે નવકાર ગણવા. અને ત્યારબાદ હું શ્રાવક છું વિગેરે વિચાર કરે અને ત્યાર પછી કાયચિંતા ( પેશાબ પાણી ) કરવી, આ પછી સ્વપ્નને વિચાર, નાડીતત્વ વિગેરેનો વિચાર અને ધર્મ જાગરિકા પછી રાઈ પ્રતિક્રમણ કરવું. (રાઈ પ્રતિકમણમાં સામાયિક બાદ રાત્રે કુસ્વમ દુરવમ આવ્યાં હોય તો તેને વિચાર કરી કાઉસગ્ન કરશે. આ પછી પ્રતિક્રમણમાં જ્યારે પચ્ચક્ખાણ આવશ્યક આવે ત્યારે ચૌદ નિયમ, નવકારશી. અને દેશાવકાશિકનું પચ્ચક્ખાણ કરવું આ પચ્ચકખાણ કરતી વખતે સચિન અચિત્તને વિચાર, અભય અને અનંતકાયને વિચાર તથા અશન પાન ખાદિમ સ્વામિને વિચાર કરે.) જેને પ્રતિક્રમણ ન કરવું હોય તેણે કુસ્વમ દુસ્વમને કાઉસગ્ગ કરો અને ચિત્યવંદન કરવું. પ્રતિક્રમણ બાદ મળમૂત્રને ત્યાગ, હાથ પગ ધોવા તથા જ્ઞાન વિગેરેથી પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી સાત શુદ્ધિપૂર્વક ગૃહત્યમાં પૂજા કરવી. અને ભગવાન સમક્ષ પ્રતિક્રમણમાં કરેલ પચ્ચકખાણ ફરી ઉચ્ચરવું. विहिणा जिणं जिणगिहे, गंतुं अच्चेइ उचिअचिंत्तरओ। उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे ॥६॥ ભાવાર્થ–આ પછી શ્રાવક વિધિપૂર્વક જિન મંદિરે જઈ ઉચિત વિચારણાપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરે અને ગુરૂની પાસે પંચાચારમાં દઢ રહી પચ્ચકખાણ કરે. સદ્ધિવંત શ્રાવક હોય તે તેણે ઋદ્ધિપૂર્વક જિન મંદિરે જવું અને જતી વખતે પિતાની સાથે પિતાના પુત્ર મિત્ર વિગેરે પરિવારને સાથે લઈ જવો. જિનમંદિરે પહ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy