SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩રર [ શ્રાદ્ધ વિધિ સમવસરણને વિષે ઇન્દ્ર પાતે ગણધર પદની સ્થાપના કરાવે છે, વસ્તુપાળમંત્રીએ પશુ એકવીશ આચાર્યોની પદ સ્થાપના કરાવી. નવમું દ્વાર સમાપ્ત થયું. આગમગ્રંથા વિગેરે પુસ્તક લખાવવાં. ૧૦ તેમજ શ્રીકલ્પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તકા ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષરે સારાં પાનાં વગેરેમાં યુકિતથી લખાવવાં. તેમજ વાંચના એટલે સવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથના આરંભ થાય, તે દિવસે ઘણા ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભન્ય જીવા પ્રતિમાષ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભગુનાર સુનિરાજોને કપડાં વગેરે વહેારાવી તેમને સાહાચ્ય કરવી. કહ્યુ` છે કે—જે લેાકેા જિન શાસનનાં પુસ્તક લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકાની ઘણી યતનાથી રક્ષા કરે, તે લેાકા મનુષ્ય લેકનાં, દેવલેાકનાં તથા નિર્વાણુનાં સુખ પામે છે. ' જે પુરૂષ કેવળી ભાષિત સિદ્ધાંતને પાતે ભળે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભેાજન, પુસ્તક વગે૨ે આપી સહાય કરે, તે પુરૂષ આ લેાકમાં સર્વજ્ઞ થાય છે.' જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કે—એધથી શ્રતાપયેગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહારી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણુ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય,’ સભળાય છે કે, અગાઉ દુષમકાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડયા. તેથી તથા ખીજા અનેક કારણેાથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થયેલા જોઈ ભગવાન નાગાર્જુન, સ્પંદિલાચાર્ય વગેરે આચાર્યાએ તેને પુસ્તકારૂઢ કર્યો. માટે સિદ્ધાંતને માન આપનાર શ્રાવકે તે સિદ્ધાંતને પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ર આદિ વસ્તુ વડે તેની પૂજા કરવી. સભળાય છે કે, પેથડશાહે સાતક્રોડ તથા વસ્તુપાળમત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભુએ ત્રણક્રોડ ટંક ખરચીને સર્વાં આગમની એકેક પ્રત સુવર્ણ મય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહિથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. ૧૦ ૧૧ પાષધશાળા બનાવવી. ૧૧ તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને સારૂ ખપમાં આવતી સાધારણ જગ્યા. આ પૌષધશાળા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફ્ક કરાવવી. સાધમિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્ય ચેાગ્ય સ્થાનક હાવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી, કારણકે તેમ કરવામાં ઘણું પુન્ય છે, કહ્યું છે કે—જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે, તે પુછ્યું વસ્ત્ર, અન્ન, પાન, શયન-અશન વગેરે સ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy