________________
કામની મર્યાદા બહારનું હતું. શ્રાદ્ધવિધિ કેઈની છાપેલ પ્રેસમાં મોકલી છપાવવામાં આજથી પચાસ વર્ષ પહેલાં છપાયેલ ગ્રંથને એમનમ છપાવવામાં ગતાનુગતિક્તા લાગી. ત્રીજો વિચાર એ પણ આવ્યો કે શ્રાદ્ધવિધિની ગાથા અને ટીકાને લક્ષમાં રાખી તેને ભાવાર્થ અનુવાદ તૈયાર કરે. આમાં જ્યાં ઘટે ત્યાં વધુ વિવેચન પણ કરવું. આ ત્રીજા વિચારનો અમલ કરવો તેવું માની ગ્રંથની શરૂઆત કરી પણ શરૂ કરતાં જ મનમાં થયું કે જેને સંસ્કૃત અનુવાદ સમજવો હશે તેને આ મુશ્કેલ થશે.
આમ અક્ષરશઃ અનુવાદમાં સામાન્ય અભ્યાસીને કઠિન થવાને ભય, મૂળ અને ટીકાને અનુસરી સ્વતંત્ર રીતે લખવામાં મૂળ ઉપરથી ગ્રંથ બેસાડવાને ઈચ્છનાર વાચકને અનુપયોગી, તેમજ મૂળ ગ્રંથકારના આશયને અન્યાય અપાઈ જાય તેવી આશંકા અને બીજા ગ્રંથે જોઈ સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવામાં શ્રાદ્ધવિધિ ગ્રંથનો આશય મા જવાનું અને ગ્રંથકારે ઘણા ગ્રંથ જેઈ આ તૈયાર કરેલ છે તેને ઉપેક્ષી નવું કરવું તે નિરર્થક જણાયાથી આ ત્રણે વિચાર પડતા મુકી ગ્રંથનો અનુવાદના પેરેગ્રાફ પેરેશાક દીઠ હેડીંગ બાંધી છપાવવાનું શરૂ કર્યું. સાથે સાથે એ પણ રાખ્યું કે મૂળ ગ્રંથમાં જ્યાં ઉદાહરણ કે કેટલીક વસ્તુઓ અતિદેશથી બનાવેલી હતી તેને ૧-૨-૩ આંક મુકી ટિપ્પણમાં સ્પષ્ટ કરવાનું રાખ્યું.
ગ્રંથની શરૂઆતથી જ ગ્રંથકારે જે જે ગ્રંથને ઉપયોગ કર્યો છે. તે બધા ગ્રંથાનાં સ્થળ જે તેને નિર્દેશ કર તેમ વિચાર્યું હતું પણ આ કામ માટે ખુબ પુસ્તક સંગ્રહ અને અતિ પરિશ્રમ જોઈએ આથી શરૂઆતમાં તે થોડા ગ્રંથ માટે કર્યું. પણ પછી તે કામને પહોંચી નહિ વળવાને કારણે જતું કર્યું છે.
' આ ગ્રંથમાં સચિત્તઅચિત્તવિચાર, સ્વપ્રવિચાર, જાપ વિચાર,દેવદ્રવ્ય વિચાર, તિથિક્ષયવૃદ્ધિ વિચાર, પ્રતિક્રમણ વિધિ વિચાર, પૂજાવિધિ વિચાર, વિગેરે ઘણાએ એવા આંતર વિષયે છે કે જેની ચર્ચા અને વધુ સ્પષ્ટીકરણ આવશ્યક છે છતાં પણ ગ્રંથકારે કરેલા સ્પષ્ટીકરણથી જ સંતોષ માને છે. કારણકે આ બધા વિચારોનું વધુ સ્પષ્ટીકરણ કરવા જતા કેઈ નવીન ચર્ચાને અગર સુતેલી ચર્ચાને સ્થાન મળવાનો સંભવ છે. તેથી ગ્રંથકારે જણાવેલ વિગત સિવાય નવું કાંઈ દાખલ કર્યું નથી. તેમજ આ પૈકી કેટલીક વસ્તુઓ એવી પણ છે કે એને ચોક્કસ નિર્ણય કર અતિકઠણ છે. આ કારણથી જ પ્રશસ્તિમાં ગ્રંથકારને પિતાને પણ કહેવું પડ્યું છે કે “વિધિવિગ્રાફત તૈયાવરાનાર વિર માં અશોકમયુરત તનિષ્ણાહુડિતુ. આથી આ બધા વિચારોમાં ગ્રંથકારનું શું મંતવ્ય છે તેજ અક્ષરશઃ રજુ કર્યું છે. માત્ર દેવદ્રવ્યના સંબંધમાંટિપ્પણમાં અમે દેવદ્રવ્ય ભક્ષણ કેટલું અનર્થ કરનાર છે તે બતાવવા પ્રયત્ન કર્યો છે અને તેના શાપાઠને નિર્દેશ કર્યો છે. 00000000000000000000000000000000