SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ પાણિગ્રહણ ] પણ મળે છે. સર્વે કળાઓને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવકપુત્રે જેથી આ લેકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે-ધ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે. હાલના જીવ ઓછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શિખવું કે, જે ડું અને જે સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શિખવી જોઈએ. એક તે જેથી પિતાને સુખે નિર્વાહ થાય છે, અને બીજી મરણ પછી જેથી સદગતિ પામે તે.” નિંધ અને પાપમય વ્યાપાર વડે નિર્વાહ કરે તે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારને નિષેધ થયે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ. ૨ ૩ પાણિગ્રહણું. (૩) પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે. માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પિતાથી જુદા ગેત્રમાં થએલા તથા કુળ, સારે આચાર, શિયળ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા, વગેરેથી પિતાની બરાબરીના હેય તેની સાથે જ કરે. બન્નેનાં કુળ, શિયળ વગેરે સરખાં ન હોય તે માહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. જેમ પિતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કેઈ અન્યધમીની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણું દઢ હતી, પણ તેને પતિ પરધમી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્ષ રાખી શ્રીમતીને કહ્યું કે, “ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર મરણના મહિમાથી સપની પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લેકે શ્રાવક થયા. બંનેના કુળ શિયળ, વગેરે સરખાં હોય તે ઉત્તમ સુખ, ધર્મ તથા મહેટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડ શેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દષ્ટાંત સમજવાં. કન્યા તથા વરની પરીક્ષા કરવી. સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલાં શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાને તપાસ વગેરે કરીને કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે-૧ કુળ, ૨ શીળ, ૩ સગાંવહાલાં ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જેવા. એ પછી તે કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. ૧. મૂખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર, મોક્ષની ઈચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળે એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ૨. ઘણું આશ્ચર્ય લાગે એટલી બધી સંપત્તિવાળે, ઘણોજ ઠંડે અથવા ઘણેજ ક્રોધી, હાથ, પગે, અથવા કે ૫ણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી ૩.કુળ તથા જાતિવડે હીણ, પિતાના માતા પિતાથી છુટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy