SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ નિવાસસ્થાન ] ૩૦૧ અને બ્રાહ્મણોના શિષ્યરૂપ છત્રીસ હજાર મહેટા શેઠીઆઓ જ્યારે શ્રીપ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા, ત્યારે તેમના ઉપદેશથી તે સર્વ પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પસાવાળા, ગુણી અને ધર્મિષ્ટ લેકે સમાગમ થવાથી અનુકમે ધન, વિવેક વિનય, વિચાર, આચાર ઉદારતા, ગંભીરપણું, વૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણે તથા સર્વ પ્રકારનાં ધર્મકૃત્ય કરવામાં કુશળતા વિગેરે વિના પ્રયને મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત્ નજરે જણાય છે. આથી અંત પ્રાંત ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય તે પણ ત્યાં ન રહેવું. કેમકે “જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે પણ શા કામની? જે ત્યારે મૂર્ખતા જોઈતી હોય, તે તે ગામડામાં ત્રણ દિવસ રહે. કારણકે, ત્યાં નવું અધ્યયન થાય નહિં, અને પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય છે.” કુગ્રામવાસ ઉપર દૃષ્ટાંત. એવી વાત સંભળાય છે કે—કેઈ નગરને રહીશ વણિક શેડા વણિકોની વસતિવાળા એક ગામડામાં દ્રવ્યલાભને માટે જઈ રહ્યો. ત્યાં તેણે ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી ઘણું ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘારાનું ઝુંપડું હતું તે એકવખત બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તે કેઈવખતે દુષ્કાળ, તે કઈ વખતે રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરેએ કઈ નગરમાં ધાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરાનું) ગામડું બાળી નાંખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટએ પકડ્યા. આથી શેઠ પુત્રોને છોડાવવા સુભટેની સાથે લઢતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દષ્ટાંત છે. ઉપદ્રવ પ્રસંગે સારા ગામને પણ ત્યાગ કરવો. રહેવાનું સ્થાનક ઉચિત હોય તે પણ ત્યાં સ્વચક્ર, પચક, વિરોધ, દુષ્કાળ મરકી અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિને નાશ ઇત્યાદિ ઉપદ્રથી અસ્વસ્થતા ઉત્પન થતી હોય તે, તે સ્થાન શિધ્ર છેડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકેએ દિલહી શહેર ભાગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છેડી અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યોતેમણે પિતાના ધર્મ અર્થ કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યો, અને જેમણે દિલ્હી છોડી નહિ તે લોકેએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બંને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિત પુર. વનકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે– ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે.” અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર ગામ વગેરેને વિચાર કર્યો. સારા પાડેશવાળા ઘરમાં રહેવું, પ્રકટ કે ગુપ્ત ઘર ન બનાવવું. હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે. માટે તેને વિચાર કરીએ છીએ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy