________________
શત્રિકૃત્ય ]
છૂટા
પ્રકાશ ૫. વકૃત્ય.
ચામાસી નૃત્ય કહ્યું. હવે ગ્રંથકાર બારમી અર્ધ ગાથા તથા તેરમી ગાથાવડે વમાં કરવા ચાગ્ય અગિયાર કાર્યોં જણાવે છે.
(મૂ∞ગાથા) परिसं संघच्चण - साहम्मिअभत्तिजत्ततिगं ॥ १२ ॥ जिणगिहि हवणं जिणघण बुद्धी- महपूअ - धम्मजागरिआ ॥ अपूआ उज्जवणं, तह तित्थभावणा सोही ॥ १३ ॥ [તિવર્ષે સંધાયેન-સામિમત્તિ યાત્રાત્રિથ। ૨ ।। जिनगृहे नवपनं जिनधनवृद्धि - महापूजा - धर्मगारिका । श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ॥ १३ ॥ ]
અર્થ :—સુશ્રાવકે વર્ષોવષ ૧ સંઘની પૂજા, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ ત્રણ ચાત્રાએ, ૪ જિનમંદિરે સ્નાત્રમહાત્સત્ર, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, છ રાત્રિએ ધર્મ જાગરકિા–રાત્રિજગા ૮ શ્રુતજ્ઞાનપૂજા, હું ઉજમણુ, ૧૦ શાસનની પ્રભાવના, અને ૧૧ આલેાયણા એટલાં ધમ કૃત્ય અવશ્ય કરવાં. ૧૨-૧૩.
વિસ્તારાથ—શ્રાવકે દર વર્ષે જઘન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ તી યાત્રા, રથયાત્રા, અને અઠાઈ યાત્રાએ ત્રણ યાત્રા, ૪ જિનમ ંદિરને વિષે સ્નાત્ર મહેાત્સવ, ૫ માળા પહેરવી, ઈંદ્રમાળા વગેરે પહેરવી, પહેરામણી કરવી, ધાતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની વૃદ્ધિ થાય તેવી રીતે આરતી ઉતારવી વગેરે ધમ કૃત્યા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપુજા, ૭ રાત્રિને વિષે ધર્મ જાગરિકા ૮ શ્રુતજ્ઞાનની વિશેષપૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલેાયણા એટલાં ધકૃત્યો યથાશકિત કરવાં.
૧ સંઘપૂજા.
સાધુસાધ્વીની ભકિત તથા બહુમાન,
શ્રીસ'ધની પૂજામાં પેાતાના કુળ તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને અહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્માદિ તથા ખરીદવાદિ દ્વાષ રહિત વસ્તુ ગુરૂ મહારાજને આપવી. તે વસ્તુએ આ પ્રમાણે–વસ, કૅમળ, પ્રેાંછનક, સૂત્ર, ઉન પાત્રાં, પાણીનાં તુમડાં વગેરે પાત્ર, દાંડો, દાંડી, સાય, કાંટાને ખેંચી કાઢનારા ચીપી, કાગળ, ખડીયા, લેખિનીના- કલમના સંગ્રહ અને પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે—
વસ્ત્ર, પાત્ર, પાંચ પ્રકારનું પુસ્તક, કમળ પાદપ્રેાંછન, દાંડો, સંથારા, સિજજા તથા ખીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક,મુહપત્તિ તથા આાસન વગેરે જે કાંઇ શુદ્ધ સંચમને ઉપકારી