SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જતાં અતિચાર ને સેથી અધિક જતાં વ્રતભંગ સમજ.) ઉપર મુજબ પાંચ અતિચાર સમજી સુજ્ઞ શ્રાવકે વ્રતશુદ્ધિ અર્થે તે અતિચાર વર્જવા. અતિચાર રહિત વતનું પાલન કરવું ૨૧. ભજન અને કર્મ આશ્રિ જેમાં નિયમ કરવાનું છે તે બીજા ગુણવ્રતમાં કંદમૂળાદિક ૩૨ અનંતકાય અને ૨૨ પ્રકારનાં અભક્ષ્ય ભેજન તજવાને અને કર્મ આશ્રિ ખર-નિર્દય-કઠોર કાર્ય–આરંભ તજવાને સમાવેશ કરેલો સમજે. ૨૨. શ્રાવકે મુખ્ય પણે નિર્દોષ આહાર અને નિર્દોષ વ્યાપાર-વ્યવસાય કર ઘટે. તેને આયિ અતિચારે કહે છે. સચિત્ત (સજીવ કંદ પ્રમુખ), સચિત્ત સંબંધિત (સચિત્ત વૃક્ષ ઉપર રહેલ ગુંદાદિ અથવા પાકાં ફળ પ્રમુખ), તથા અપક્વ ( અગ્નિથી નહીં પાકેલ), દુઃપકવ (નહીં જેવું પાકેલ) અને તુચ્છ ધાન્યનું ભક્ષણ શ્રાવકે વજેવાનું છે તેમજ કર્મથી અંગારકર્મ, વનકર્મ, ભાડાકર્મ, ફેડીકર્મ અને સાડી (શાટક) કર્મ પ્રમુખ મહાઆરંભવાળા ૧૫ કમદાન વ્યાપાર પણું વર્જવાના છે. અનાભેગાદિક ગે થાય તે અતિચાર રૂપ પણ જે નિઃશંકપણે તેવા મહાઆરંભવાળા પા૫વ્યાપાર કરે તે વ્રતભંગ થાય ૨૩. ખાસ પ્રયજન વગર નકામો આત્મા જેથી દંડાય તેનું નામ અનર્થદંડ, તેનાથી વિરમવારુપ ત્રીજું ગુણવત કહેવાય છે. અપધ્યાન-દુષ્ટ ચિતવન ૧, પ્રમાદાચરણ (મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા લક્ષણ) ૨. હિંસન ધર્મક-હિંસાકારક વસ્તુનું પ્રદાન. ૩ તથા પાપ-ઉપદેશરૂ૫૪ અનર્થદંડ ચાર પ્રકારે થાય છે. તે સારી રીતે સમજીને શ્રાવકે તેને તજવા જરૂર ખપ કર ઘટે છે. ૨૪. કામચેષ્ટા તેવાં ઉત્તેજક વચન હાસ્યાદિ ૧ તથા મુખનેત્રાદિકના વિકારવાળી ભાંડચેષ્ટા ૨, વ્રતધારી શ્રાવકે ન જ કરવી, સંબંધ વગરનું નકામું ન બોલવું ૩, હળ હથિયાર પ્રમુખ સજ્જ કરી માગ્યા આપવાથી હિંસાની પુષ્ટિ થાય તે ન આપવા ૪ તથા ભેગ-ઉપભોગની સામગ્રી વગર જરૂરની-વધારે પડતી કરવાથી તેથી થતી હિંસા વધે છે તેથી ઉપરોક્ત અનર્થદંડના પાંચે અતિચારે શ્રાવકે સમજીને તજવા. ચાર શિક્ષાત્રત. ૨૫ પા૫વ્યાપારને તજવા અને નિષ્પાપ (મન-વચન કાયાના) વ્યાપારને આદરવારૂપ સામાયિક તે પ્રથમ શિક્ષાવ્રત જાણવું. રાગ-દ્વેષથી દૂર થયેલ જીવને જે ક્રિયામાં પ્રતિક્ષણ અનુપમ સુખદાયી અપૂર્વે જ્ઞાન-દર્શન ચારિત્રપર્યાને આત્મલાભ થવા પામે તે સામાયિક જાણવું. શ્રાવકે મન-વચન-કાયાથી પાપ વ્યાપાર કરવા-કરાવવાને નિષેધ અને સ્વાધ્યાય –ધ્યાનાદિકને સ્વીકાર કરી નિયમિત સમય સુધી સામાયિકમાં રહેવાનું હોય છે. સામાયિક - ભાવમાં વર્તતે શ્રાવક સાધુ સમાન કહે છે. ૨૬. આના અતિચાર-મન-વચન-કાયાનું દુપ્રણિધાન-પાપકર્મમાં પ્રવર્તાવવાનું સાવધાનતાપૂર્વક વર્જવું. સામાયિક અવશ્ય કરવાનું યાદ ન કરાય અથવા કર્યું કે નહીં
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy