________________
પિષધ વિધિ ]
૨૭૫
ઊંચિત નિયમના બે પ્રકાર.
તે નિયમ બે પ્રકારના છે. ૧ એક દુઃખે પળાય એવા, તથા ૨ બીજા સુખે પળાય એવા, ધનવંત વ્યાપારી એવા અવિરતિ લોકોને સંચિત રસને તથા શાકને ત્યાગ અને સામાયિકને સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વિગેરે નિયમે તેમનાથી સુખે પળાય તેમ છે. દરિદ્રી પુરૂષોની વાત એથી ઉલટી છે. આમ છે, છતાં પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવર્તિ તથા શાલિભદ્ર જેવા ઋદ્ધિવંત લકે એ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ સર્વે નિયમ સર્વેથી સુખે પળાય તેવા છે, કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરુષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરૂ પર્વત ઉંચો છે, સમુદ્ર દુસ્તર છે, અને કામની ગતિ વિષમ છે. આમ છતાં પાળી ન શકાય એવા કઠીન નિયમ લેવાની શકિત ન હોય, તે જે સુખે પળાય એવા હેય તે નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ જોઈએ, જેમ વર્ષાકાળમાં કૃષ્ણ મહારાજે તથા કુમારપાળ રાજા વગેરેએ સર્વે દિશાએ જવાનો ત્ય ગ કર્યો હતે તેને સર્વે દીશાએ જવાને ત્યાગ કરે ઉચિત છે. તેમ કરવાની શકિત ન હોય તો જે વખતે જે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે દિશાઓ તરફ જવું નહીં. તેમજ સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરી ન શકે, તે જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે વસ્તુને નિયમ લે. અછતી કે અપ્રાપ્ત વસ્તુના નિયમથી પણ લાભ થાય છે.
માણસને જે ઠેકાણે, જે વખતે, જે વસ્તુ મળવાને સંભવ ન હોય, (જેમ કે, દરિદ્રી પુરૂષને હાથી વગેરે, મરૂ દેશમાં નાગરવેલના પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ના હોય તે વખતે તે તે ફળ દુર્લભ છે, માટે) છતાં પણ પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને નિયમ ગ્રહણ કરે. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે હોટું ફળ થાય છે.
એમ સંભળાય છે કે–રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “અહે! એણે ઘણું ધન છેડી દીક્ષા લીધી. એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. આથી ગુરૂમહારાજે વિહાર કરવાની વાત કરી ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ કોડ સોનેયાને માટે ઢગલો કરી સર્વે લોકોને બોલાવીને કહ્યું કે, “જે પુરૂષ કુવા વગેરેનું પાણી, દેવતા અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણે વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકેએ વિચાર કરીને કહ્યું કે, “ત્રણ ક્રોડ ધન છેડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.” પછી મંત્રીએ કહ્યું કે, “ અરે મૂહ લોકે! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલો હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે.” પછી પ્રતિબધ પામેલા લોકોએ ક્રમક મુનિને ખમાવ્યા. આ રીતે અછતી વસ્તુને ત્યાગ કરવા ઉપર દાખલ કહ્યો છે. માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણું કરવા. તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કર