SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ [ શ્રાદ્ધ વિિ સામાન્ય માણસા હતા. પણ તેમણે દાષાના ત્યાગ કર્યો અને ગુણુને મેળવ્યા તેથી પૂ થયા માટે તમે પણ દોષના ત્યાગ કરવામાં ખુબ ઉત્સાહવાળા બના, કાઇ કાંઇ એવું ખેત નથી કે જેમાં સત્પુરૂષો ઉત્પન્ન થાય છે. તેમજ શરીર ઇંદ્રિયા વગેરે વસ્તુ જેમ માણુ સને સ્વાભાવિક મળે છે તેમ સાધુપણું સ્વાભાવિક મળતું નથી પણ જે ગુણાને ધારણ કરે છે તે સત્પુરૂષ કહેવાય છે માટે ગુણાને ઉપાર્જન કરો. ૧. હે પ્રિયમિત્ર વિવેક ! તું મને ઘણા પુણ્યથી પ્રાપ્ત થયા છે. તારે અમારી પાસેથી ઘેાડા દીવસ માટે પણ કયાંય ન જવું, હૈ મિત્ર ! તારી સામતથીજ હું ઉતાવળે જન્મ મરણના ઉચ્છેદ કરી શકુ છુ. અને યૌવન જીવનના લાવ ઉપકાશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યું. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભાગની પ્રાથના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યુ ‘તમે જાણા છે કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ; તેમણે મુનિપણું છેડયું અને ભર ચામાસે નેપાળ દેશ જઈ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્ન કેબલ મેળવી. પાછા વળતાં ચારીએ લુટયા, વિષય લેાભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્ન કમલ લાવ્યા અને ત્રણ વખત લુચા, છેવટે ચેાથી વખતે માંડ માંડ ચેામારું પૂર્ણુ થવાના સમયે કબલ લઈ ઉપાશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નક બલ આપી ભાગની પેાતાની માગણી તાજી કરી. ઉપાશાએ પગે લુંછી તે રત્નકમલને અશુચિ સ્થાનમાં ફેંકી. મુનિ હું... હું આ શું કરે છે? આ રત્નકખલ મેળવવી દુલ ભ છે,' ઉપકાશાએ કહ્યું ‘ભૂખ મુનિ! આ દુલ ભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષોં સુધી આચરેલું તપ જપ અને સંયમ દુલ ભ છે ! મારૂં શરીર તેા અશુચિનું ભરેલું છે. આની સાથે ભાગ ભેળવી સંયમ જીવન હારી તું. કયાં રખડીશ તેના તેને ખ્યાલ છે? વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયા. તે ગુરૂ પાસે આવ્યા અને કહેવા લાગ્યા હું ભગવત ! ખરેખર આપે જણાવ્યું તેમ સ્થૂલિભદ્ર અતિ દુષ્કર દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્વહીન છું” આ પછી તેમણે પેાતાના પાપની શુરૂ સમક્ષ આલેાચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. C સ્થૂલિભદ્ર આ પછી ચૌ પૂર્વી' થયા, તેમણે હજારા જીવાને પ્રતિધ પમાડયા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષાં ઘરવાસમાં, ચાવીસવષ' મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાન પણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વગે ગયા. સુદર્શન શેઠે-સુદર્શન શેઠને ચલિત કરવા અભયા રાણીએ ઘણી માગણી કરી પણ શેઠ ‘હું પુરૂષત્વ વિનાને છું” તેમ કહી તેની પાસેથી છટકયા; સમય જતાં અક્ષયા રાણીએ સુદર્શન શેઠની પત્નીને પુત્રોથી વીંટાએલી દેખી, રાણીને લાગ્યુ` કે સુદČન મને ઠગી ગયેલ છે” તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડયા, અને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યો પણ તે ચલિતન થયા. ત્યારે રાણીએ કાલાહાલ કરી તેમના ઉપર આરાપ મુકી પકડાવ્યા અંતે શેઠના ઢ સમ્યક્ત્વથી પ્રસન્ન થઈ સમકિતી દેવે શેઠને આપવાની શૂળિના સ્થાને સિહાસન બનાવ્યું,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy