SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ - , , ૨૫૦ [ શ્રાદ્ધ વિધિ કરેલી પહેલી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સુઈ રહેવું ૬-૭. કોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શુળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થયેલા અને તૃષાતુર થએલા એટલા પુરૂષોએ કઈ વખતે દિવસે પણ સુઈ રહેવું, ૮-૯ ગ્રીષ્મઋતુમાં વાયુને સંય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે છે તેથી કફપિત્ત થાય છે. ૧૦. ઘણી આસકિતથી અથવા અવસર વિના ઉંધ લેવી સારી નથી. કારણ કે, તેવી ઉંઘ કાલ રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે ૧૧. સુતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તે વિદ્યાનો અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. ૧૨ આ રીતે નીતિશાઆદિકમાં શયનવિધિ કહ્યો છે. આગમમાં શયનવિધિ આ પ્રમાણે કહેલે છે–સુતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણને ગ્રંથિ સહિત પચ્ચકખાણવડે સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે – पाणिवह मुसादत्त, मेहुणदिणलाभणत्थदंडं च ॥ अंगीकयं च मुत्तुं, सव्वं उपभोगपरिभोगं ॥१॥ गिहमज्झं मुत्तण, दिसिगमणं मुत्तु मसगजूआई ॥ वय काएहिं न करे, न कारवे गठिसहिएणं ॥२॥ અર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, દિનલાભ, (પ્રભાત સમયે વિદ્યમાન પરિગ્રહ) અનર્થદંડ અને સ્વીકારેલ વસ્તુ સિવાય બીજા સમગ્ર ઉપગ પરિ ભેગને, ગૃહમધ્યભાગ છેડીને દિશાગમનને તેમજ મશકઆદિ છેને છોડી ત્રસ જીને આરંભ જ્યાં સુધી ગાંઠ છોડું નહિ ત્યાંસુધી વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિં. આ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ પૂર્વે નિયમિત ન હતા તેને હું હવે નિયમ કરું છું, તે આ રીતે, એકેદ્રિય તથા મચ્છર જૂ આદિ ત્રસજીને છેડી સમગ્ર આરંભથી તથા અપરાધી ત્રસજીવ સંબંધી કે બીજી કઈ પણ હિંસા હું ગાંઠ ન છોડું ત્યાં સુધી વચન અને કાયાથી કરીશ નહિ. મન અતિ ચચળ હેવાથી તેનું નિયંત્રણ કરવું અશકય હોવાથી મનનું પ્રત્યાખ્યાન તે અશકય છે, આજ રીતે, મૃષાવાદ, અદત્તાદાન અને મિથુનને પણ નિયમ કરું છું. દિનલાભને અત્યાર સુધી તે નિયમ નહોતે પણ હવે હું સુવા જતી વખતે તેને પણ સંક્ષેપનિયમ કરું છું. અનર્થદંડને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy