SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર, પુરૂષના આચારોની પ્રશંસા કરવી, તેમના સુંદર આચારનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો. ૩ અન્ય ગેત્રવાલા પરંતુ સમાન કુલ અને એક સરખા આચારવાલા સાથે પિતાની પુત્રપુત્રીને વિવાહ કર કે જેથી ભવિષ્યમાં ધર્મસંબંધી ઝઘડે પણ ન થાય, અને પિતાની સંતતિ જૈન ધર્મમાં મક્કમ રહે. ૪ સર્વ પ્રકારના પાપોથી ડરતા રહેવું. ૫ જે દેશમાં વસતા હોઈએ તે દેશ પ્રમાણે વસ્ત્ર આભુષણ અને ખાવાની, પીવાની રીતી રાખવી, પણ તે ધર્મથી વિરૂદ્ધ તે ન જ હોવી જોઈએ. ૬ કઈ પણ માણસની નિંદા કરવી નહિ, તેમાં રાજા પ્રધાન આદિની તે ખાસ કરીને નિંદા કરવી જ નહિ, ૭ જે ઘરમાં ઘુંસવા નીકળવાના અનેક રસ્તા હોય તેવા ઘરમાં વસવું નહિં. કારણકે ચાર પ્રમુખને તેવા ઘરમાં ઘુંસવાની તથા સ્ત્રી આદિકને ગેરવર્તણુંક ચલાવવાની સુગમતા પડે. તેમજ ચારે બાજુથી ઢાંકેલ હોય તેવા સ્થાનમાં રહેવાથી અગ્નિ આદિના ઉપદ્રવમાંથી નીકળવું કઠીન પડે. તથા પાડોશમાં સારા માણસ રહેતા હોય તેવા ઘરમાં રહેવું, ૮ સદાચારી માણસોની જ સોબત કરવી દુરાચારી અને મિથ્યાહણિઓને સંગ તજે. ૯ જન્મદાતા માતા-પિતાની પૂજા એટલે ઉચિત સેવા કરનારા થવું ૧૦ દુકાળ, મારી, મરકી, શત્રુ રાજા આદિના લશ્કરની ચડાઈ વિગેરેને ઉપદ્રવ જયાં ન હોય ત્યાં રહેવું, જેથી ધર્મ, અર્થ અને કામને વિનાશ ન થાય. ૧૧ નિંદિત કાર્યોમાં પ્રાણને પણ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨ આવકને વિચાર કરીને ખર્ચ કરનારા થવું. આવક કરતાં વધુ ખર્ચ કરનાર દેવાદાર અને દુઃખી બની જાય છે. ઉદાર બનવું પણ ઉડાઉ ન બનવું. ૧૩ પિતાના પૈસા પ્રમાણે વેશ રાખ, ગરીબ હોય અને નવલશા ધનજી થઈને ફરે તો પણ નિંદા થાય અને ધનાઢય હોય અને મવાલીના વેશમાં ફરે તો પણ નિંદા થાય. ૧૪ બુદ્ધિના આઠ ગુણોને ધારણ કરવા ૧ શા સાંભળવાની ઈચ્છા, ૨ શાસ્ત્ર સાંભળવું, ૩ તેને અર્થ સમજે, ૪ તે અર્થને યાદ રાખ, ૫ ઉહાતક કરી સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, અપહ-વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું, ૭ અર્થનું જ્ઞાન કરવું, ૮ તત્વને નિશ્ચય કર. ૧૫ હમેશાં ધર્મને સાંભળનારા થવું, ધર્મ સાંભળવાથી જ પુન્ય પાપને માર્ગ જાણી શકાય છે. ૧૬ પ્રથમ ભેજન પચી ગયા પછી જ બીજી વખત જમવું, ખરી રૂચી વિના જમવાથી અજીર્ણ થાય છે, અને તેનાથી તબીયત બગડે છે, અને તબીયત બગડવાથી ધર્મ કાર્યમાં અંતરાય પડે છે. ૧૭ જે કાળે ખાવાને સમય હોય ત્યારે જ ખાવું. ટાઈમ બે ટાઈમ ન ખાવું
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy