SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પદભૂષિત હતા. રત્નશેખરસુરિએ જિનસુંદરસુરિ સમુદાયના વડીલ અને પ્રેરણાદાયક હેવાથી તેમનું સ્મરણ કર્યું જણાય છે. જિનસુંદરસુરિને સંગરંગગણિ વિગેરે શિષ્ય હતા. જિનકીર્તિસુરિ. આચાર્ય જિનકીર્તિસુરિ સંબંધી ગુર્રાવળીમાં ઉલ્લેખ નથી પણ ગુરૂગુણકાવ્યમાં જણાવ્યું છે કે – मुक्त्यर्थमेव विहितान्यतिदीर्घशास्त्राण्युच्चश्रियेच जिनकीर्तियतीश्वरास्ते ॥ ९४॥ કેવળ મુક્તિને માટે અતિ દીર્થશાસ્ત્રને રચે છે તે જિનકીર્તિસુરિ કલ્યાણ માટે થાઓ. આ જિનકીર્તિસૂરિ પરમવૈરાગી, તપસ્વી અને શાસનમાં સૌરભ ફેલાવનાર મહાત્મા હશે અને તે પિતાં કરતાં વડીલ અને ગ્રંથ રચના કાળે વિદ્યમાન હશે માટે જ તેમને ગ્રંથકારે યાદ કર્યા જણાય છે. આ જિનકીર્તિસૂરિએ ગ૭ નાયકના વચનથી ગિરનાર ઉપર પૂર્ણચંદ્ર કે ઠારીએ જે મંદિર બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા કરી હતી. આ રશેખરસૂરિના જીવન પરિચય માટે તેમના ગ્રંથની લખેલી પ્રશસ્તિઓ, સેમ સૌભાગ્ય કાવ્ય, ગુરૂગુણ રત્નાકર કાવ્ય, ધર્મ સાગરીય પટ્ટાવાળી અને તે ઉપરાંત કેટલીક ટી છવાઈ વિગતે સિવાય બીજું સાહિત્ય નથી. તેમના બનાવેલ ગ્રંથમાં હાલ ઉપલબ્ધ તરીકે આ ૧ અર્થદીપિકા, ૨ વિધિકૌમુદી (શ્રાદ્ધ વિધિ) અને આચારપ્રદીપ આ ત્રણ ગ્રંથ છે. અર્થદીપીકા (વંદિત્તાસૂત્ર ટીકા) વિ. સં. ૧૪૯૯માં બનાવી છે કારણ કે તેની પ્રશસ્તિમાં વિશ્વામિત્તે શ્રીરનોહરજિ: વૃત્તિમિરામત ક્ષતિg લખ્યું છે. શ્રાદ્ધવિધિ વિ. સં. ૧૫૦૬ માં બનાવેલ છે. કારણકે આ ગ્રંથ પ્રશસ્તિમાં षडूखतिथिभिते वर्षे (१५०६) श्राद्धविधि सूत्रवृत्तिं व्यधित रत्नशेखरसुरिः આચાર પ્રદીપ ગ્રંથ વિ. સં. ૧૫૧૬ની સાલમાં બનાવેલ છે કારણ તે ગ્રંથની પ્રશસ્તિમાં एषां श्रीगुरुणां प्रसादतः षट्कुतिथिमिते ( १५१६ ) वर्षे जग्रन्थ ग्रन्थमिमं सुगम श्री रत्नशेखरसुरिः રશેખરસુરિએ ગણિપણામાં શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ બનાવેલ છે અને શ્રાદ્ધવિધિ તથા આચાર પ્રદીપ આચાર્ય પદ પામ્યા પછી બનાવેલ છે. આમ છતાં વિ. સં. ૧૪૯૬ માં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણમાં શ્રાદ્ધવિધિને અને વિ. સં. ૧૫૧૬ માં રચેલ આચાર પ્રદીપનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિમાં કેમ આપે તેની સહેજે શંકા થાય. પરંતુ આને ખુલાસે એ હોઈ શકે કે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પુરી કરી હોય તે અગાઉ તેમણે રચવા કારેલા બે ગ્રંથને વિષયાનુક્રમ તૈયાર કર્યો હોય અને તેથી તેમણે તેની નોંધ શ્રાદ્ધ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy