SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિતાચરણ ] ૪ સ્ત્રી સંબંધી ઉચિતાચરણ, આ રીતે ભાઈના સબંધમાં ઉચિત આચરણુ કહ્યું. હવે સ્ત્રીની ખાખતમાં પણ કાંઇક કહીએ છીએ. પુરૂષે પ્રીતિ વચન કહી સારૂં માન રાખી પેાતાની સ્ત્રીને સ્વકાર્ય માં ઉત્સાહવત રાખવી. ૧૯૭ પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી માકીની સત્ર પ્રીતિએ સજીવ થાય છે. યેાગ્ય અવસરે પ્રીતિવચનના ઉપયાગ કર્યો હોય તે તે દાન દિકથી પણ ઘણુંજ વધારે ગૌરવ પેદા કરે છે. કહ્યું છે કે—— પ્રીતિ વચન જેવું બીજું વશીકરણ નથી, કળા કૌશલ જેવું ખીજું ધન નથી, અહિંસા જેવા ખીજે ધર્મ નથી, અને સાષ સમાન ખી’ સુખ નથી. ’ (૧૩) પુરૂષ પોતાની ન્હેવરાવવું, પગ દેખાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવ. ર્તાવે. દેશ, કાળ, પાતાનું કુટુંબ, ધન વગેરેના વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જેવાય છે એવા ઘણા લેાકેાના મેળાવડામાં તેને જતાં અટકાવે. પેાતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું' કારણ એ છે કે, તેમ કરવાથી તેના પતિ ઉપર સારા વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે, અને તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે, સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શાલતી હૈાય તેા તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે, કેમકે—‘લક્ષ્મી સારાં કાય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે. દક્ષતાથી પેાતાનું જડમૂળ કરીને રહે છે; અને ઇન્દ્રિયા વશ રાખવાથી સ્થિર રહે છે.’ નાટક વગેરેના મેળાવડામાં આને જતાં અટકાવવાનું કારણ એ છે કે, ત્યાં હલકા લેાકાનાં અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા ખીજી પણ ખરામ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે. માટે નાટક જોવા વગેરે તજવુ. (૧૪) પુરૂષ પાતાની સ્ત્રીને રાત્રિએ મહાર રાજમાગે અથવા કોઈને ઘેર જતાં અટકાવે, કુશીળની તથા પાખડીની સામતથી દૂર રાખે, દેવું, લેવું, સગા વહાલાંનું આદરમાન કરવું, રસાઇ કરવી વગેરે ગૃહકાય માં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છુટીએકલી ને જૂદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવું હરવું ઘણું નુકશાનકારી છે. ધમ સધી આવશ્યક વગેરે કામને અર્થે માકલવી હાય તા મા, વ્હેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કયાં કયાં કામ કરવાં એ વિષે કહે છે કે—
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy