SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ઉચિતાચરણ ] કોઈ મિથ્યાત્વી શ્રેણીના મુનીમપણાથી પાતે માટા શેઠ થએલા અને વખત જતાં દુર્ભોગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મ્હોટા શેડ બનાવનાર અને શ્રાવકધને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દાંત જાવું ર. પેાતાના ધર્માંચાને ફરીથી ધમને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વિગેરે પ્રમાદમાં પડેલ સેલકાચાય ને ખાધ કરનાર પથક શિષ્યનું દૃષ્ટાંત જાણુવું. ૩ આ વિગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સબંધી ચિત આચરણ પણુ પિતાની પેઠેજ સમજવાં. (૬) ર હવે માતા સબંધી ચિત આચરણમાં કહેવા ચેાગ્ય છે તે કહે છે. માતા સબંધી ઉચિત આચરણ પિતા સરખુ` છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે. અને સ્ત્રીના સ્વભાવ એવા હોય છે કે, નજીવી મામતમાં તે પેાતાનું અપમાન થયું એમ માની લે છે. માટે માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પશુ તેમને વધારે સાચવવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ હ્યુ` છે કે—‹ ઉપાધ્યાયથી દસ ગણા શ્રેષ્ઠ આચાય છે, આચાયથી સેા ગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજાર ગણી શ્રેષ્ઠ માતા છે. ' ખીજાઓએ પણ કહ્યુ` છે કે ‘પશુઓ ધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે. અને સારા પુરૂષો તે જાવજીવ તીની પેઠે માતાને માને છે.' ‘ પશુઓની માતા પુત્રને જીવતા જોઇનેજ ફક્ત સાષ માને છે. મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરૂષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યાથી સતાષ થાય છે, અને લેાકેાત્તર પુરૂષાની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે.' (૭) ૩ હવે ભાઈ ભાંડુ સંબંધી ઉચિત આચરણુ કહે છે. પેાતાના સગા ભાઈના સબંધમાં ચેાગ્ય આચરણ એ છે કે, તેને પેાતાની માક જાણુવા. ન્હાના ભાઈને પણ મ્હોટા ભાઇ માફક સર્વ કાર્યોંમાં બહુ માનવા. મ્હેાટા ભાઈ માક” એમ કહેવાનું કારણ એ છે કે, જ્યેષ્ઠો સ્ત્રાતા પિતુઃ સમઃ” એટલે મ્હોટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે. માટે મેઢાભાઈ મા એમ કહ્યું. જેમ લક્ષ્મણુ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા એવા ન્હાના ભાઇએ પણુ મ્હાટા ભાઈની મરજી માક ચાલવું. એ રીતે જ ન્હાના મ્હોટા ભાઈઓનાં સ્ત્રી પુત્ર વગેરે લેાકાએ પણુ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. (૮) ભાઈ પાતાના ભાઈને જૂદા ભાવ ન દેખાડે, મનમાંના સારા અભિપ્રાય કહે, તેના સારા અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy