SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિતાચરણ ૧૯૩ જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચેલણા માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સદ્દગુરૂની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચકખાણ કરવું, ષડાવશ્યકને વિષે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકેને ઉદ્ધાર કરે, વિગેરે જે મરથ તે ધર્મ મને રથ કહેવાય છે. પિતાના ધર્મ મરથ ઘણાજ આદરથી પૂર્ણ કરવા. કેમકે આલોકમાં શ્રેષ્ઠ એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું એ કર્તવ્ય જ છે. કેઈપણ રીતે જેમના ઉપકારનો માથે રહેલે ભાર ઉતારી શકાય નહિં એવા મા બાપ વિગેરે ગુરૂજનને કેવલી ભાષિત સદ્ધર્મને વિષે જોયા વિના બીજે કોઈ ઉપકારને ઉપાય જ નથી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, तिण्हं दुपडिआरं समणाउसो । तं जहा अम्मापिउणो ॥१॥ भट्टिस्स ॥२॥ धम्मायरिअस्स ॥ ३ ॥ “ ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. ૧ માબાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના.” માબાપને બદલ કેમ વાળી શકાય તે જણાવે છે. संपाओविअणं ॥ केह पुरिसे अम्मापिअरं सयपाग-सहस्सपागेहि तिलहिं अभंगित्ता सुरभिणा गंघट्टएणं उव्वट्टित्ता तिहिं उदगेहिं मजावित्ता सव्वालंकारविभूसिकरित्ता मणुन्नं थालिपागसुद्धं अट्ठारसबंजणाउलं भोअगं भोआवित्ता जावजीवं पिट्ठवडंसिआए परिवाहिजा । तेणावि तस्स अम्मापिउस्स दुप्पडिआरं भवइ ? अहे ण से तं अम्मापिअरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता, पन्नवत्ता, परूवइत्ता, ठावदत्ता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवइ समणाउसो ॥१॥ કેઈ પુરૂષ જાવાજજીવ સુધી પ્રભાતકાળમાં પિતાના માબાપને શત પાક તથા સહસંપાક તેલવડે અત્યંગ કરે, સુગંધી પીઠી ચોળે, ગંદક, ઉષ્ણદક અને શીતદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર આભૂષણ પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરોબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે, અને જાવજજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે, તે પણ તેનાથી પિતાના માબાપના ઉપકારને બદલે વાળી ન શકાય, પરંતુ જે તે પુરૂષ પોતાનાં માબાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તર ભેદની પ્રરૂપણ કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય તો જ તે પુરૂષથી પોતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય. શેઠને બદલે કેમ વળાય ? તે જણાવે છે. केह महञ्चे दरिदं समुक्कसिज्जा । तएणं से दरिहे समुक्किद्दे समाणे पच्छा पुरं च णं विउलभोगसमिइसमणागए आवि विहरिज्जा । तएणं से महके अनया कयाइ दरिद्दी हुए ૨૫
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy