SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ [ શ્રાદ્ધ વિધિ થાય છે. પરંતુ વ્યવહાર શુધ્ધ ન હોય તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે, વ્યવહાર શુધ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુર્લભધિ કરે છે. એમ સૂત્રમાં કહ્યું છે. માટે વિચક્ષણ પુરૂષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્ય કરવાં કે જેથી મૂખંજને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંશનું દૂધ પીનારા ઘડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દુધ પીનારા ઘડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જેવો આહાર ભેગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે. માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારે પ્રયત્ન કરો. આ રીતે વ્યવહારશુધિનું સ્વરૂપ દેશાદિ પાંચ વિરૂદ્ધ વસ્તુને ત્યાગ દેશાદિ વિરૂદ્ધ વાતને ત્યાગ કરે. એટલે જે વાત દેશવિરૂદ્ધ (દેશની રૂઢિને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિંવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી. હિતેપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ એટલામાં કેઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જે વજે, તે તે સમક્તિ અને ધર્મ પામે.” ૧ દેશ વિરૂદ્ધ ૧ સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશ વિરૂધ્ધ છે. ૨ બીજું પણ જે દેશમાં શિષ્ટ લોકેએ જે વજર્યું હોય તે તે દેશમાં દેશ વિરૂધ્ધ જાણવું. અથવા ૩ જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશ વિરૂદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, લવણ વગેરે વસ્તુને વિક્રય કરે એ દેશવિરૂદ્ધ છે. તેમ તેમ શાસ્ત્રમાં કહ્યું છે કે, તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણ જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની પેઠે ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચૌલુક્ય વગેરે કુળમાં થએલા લેકેને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશીલેકે આગળ તેમના દેશની નિંદા કરવી વિગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે. ૪ હવે કાળ વિરૂદ્ધ તે આ રીતે –૧શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણું ટાઢ પડતી હોય ત્યાં, ૨ અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં અથવા ૩વર્ષાકાળમાં જયાં ઘણું પાણી, ભેજ અને ઘણેજ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશમાં પિતાની
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy