SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ [ શ્રાદ્ધ વિધિ લેકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરૂષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને અને ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થએલે ક માણસ આપદામાં નથી પડતે ? અર્થાથી સર્વે પડે છે. જે માણસ વિષયસુખને વિષે ઘણું આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને એકઠું કરેલું ધન પારકા કે ભગવે છે, અને મેળવનાર પિતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપને ઘણી થાય છે. અર્થ અને કામ છેડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તે સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થને નથી, ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું. કારણ કે, બીજ છ (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની પેઠે અધાર્મિક પુરૂષનું પરિણામે કાંઈપણ કલ્યાણ થતું નથી કારણ કે ધર્મ એ ધન અને કામના બીજરૂપ છે. એમનીતિમાં પણ કહ્યું છે કે જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લેકનું સુખભગવે તેજ સુખી કહેવાય.” તેમજ અર્થને બાધા ઉપજાવીને ધમનું તથા કામનું સેવન કરનારને માથે ઘણું દેવું થાય છે. અને કામને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખને લાભ ન થાય. આ રીતે? ક્ષણિક વિષયસુખને વિષે તું આસક્ત થએલા, ૨ મૂળજી અને પણ કૃષ્ણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે. જે માણસ કાંઇ પણ એકઠું નહી કરતાં જેટલું ધન મળે તેટલું વિષય સુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું ઉપાર્જન કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજછ કહેવાય, અને જે માણસ પોતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઈને દ્રવ્યને સંગ્રહ કરે, પણ ગ્ય–ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે પણ કહેવાય. તેમાં ક્ષણિક વિષય સુખને વિષે આસક્ત થએલા અને મૂળજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી. માટે એ બને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યને સંગ્રહ પારકે કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચાર આદિ લોકે કૃપણના ધનના ધણી થાય છે. તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે-જે ધનને ભાંડુ ઈચ્છે, ચાર લૂટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બળાત્કારથી ખાટે માર્ગ ઉડાડે. તે ઘણાના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ.” પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારીણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપગમાંજ આવે છે. માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના વેગથી તેમ થાય, ત્યારે ઉ ત્તરની બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું તે આ રીતે – કામને બાધા થાય તે પણ ધમનું અને અથવું રહણ કરવું. કારણ કે, ધર્મ અને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy