SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૭૫. maram વ્યસનનો ત્યાગ કરવો, સેગંદ ન ખાવા તથા જામીન ન થવું. વિવેકી પુરૂષે જુગાર, કિમિયા આદિ વ્યસનને દૂરથીજ ત્યાગ કરે. કહ્યું છે કેદેવને કેપ થાય ત્યારેજ ધૂત, ધાતુવાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણની ગુફામાં પ્રવેશ, વિગેરે વાનાં કરવાની માણસને બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગંદ વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષ કરીને દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તે નજ ખાવા. કહ્યું છે કે–જે મૂઢ પુરૂષ ચિત્ય (દેવ) ના સાચા અથવા જૂઠા સમ ખાય છે તે બેધિબીજ વમે છે, અને અનંતસંસારી થાય છે.” જાણ પુરૂષે કેઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે –“દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસેએ પોતે ઉત્પન્ન કરેલાં હોય છે.” વ્યાપાર પિતાના ગામમાં અને પિતાના દેશમાં કરવો. તેમજ વિવેકી પુરૂષ બનતાં સુધી જે ગામમાં પિતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરે. તેથી પિતાના કુટુંબના માણસને વિયેગ થતો નથી, ઘરનાં તથા ધર્મનાં કામે યથાસ્થિત થાય છે. આવા બીજા અનેક ગુણો પિતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પિતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તે પિતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શિધ્ર તથા વારે વારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામ વગેરે પણ જોવાય છે. કેણુ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે કે – હે અર્જુન! દરિદ્રી, રોગી. મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારે એ પાંચ જણ જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે.” એમ શાસ્ત્રમાં સંભળાય છે. પરદેશ ગમન - હવે જે પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોયજ અને તેથી પરદેશમાં વ્યાપાર કર પડે તો પોતે વ્યાપાર ન કરે, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવે. પરંતુ સમ્યક પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થયેલા મુનિ પાસે પરદેશમાં વ્યાપાર ચલાવ. પરદેશ જવું પડે તે શુભ શુકન અને ભાગ્યશાળી સાથે જવું વિગેરે જે કઈ સમયે પિતાને પરદેશ જવું પડે તે સારા શકુન આદિ જેઈ તથા ગુરૂ વંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરૂષની સાથેજ જવું. જતાં સાથે પોતાની જ્ઞાતિના કેટલા એક ઓળખીતા લોકો પણ લેવા, અને માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ ન કરો. તથા ઘણુ યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરે, પડે, અથવા રહેવું પડે, તે પણ પૂર્વોક્ત સેબત પૂર્વક રહેવું. કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તે સર્વ લોકેનું વિના ટળે છે. આ વિષય ઉપર એક દષ્ટાંત છે. તે આ રીતે – એકવીસ માણસો માસામાં કઈ ગામે જતા હતા, તે સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવીને જાય. તે સર્વ જણાએ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy