SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ શ્રાદ્ધ વિધિ ઘણું પીડાયેલા દેખાય છે. તેમજ બીજા અન્યાયથી અને અધર્મથી ચાલનારા લેકે તેમની પાસે ઐશ્વર્ય આદિ ઘણું લેવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી અને ધર્મથી સુખ થાય એમ આપ કહે છે તે પ્રમાણભૂત કેમ માની શકાય? સમાધાન–ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વ ભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કમોનાં ફળ નથી. પૂર્વ કર્મના ચાર પ્રકાર છે. પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે–૧ પુણ્યાનુબંધ પુણ્ય ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધ પા૫ અને ૪ પાપાનુબંધિ પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની વિરાધના ન કરનારા જીવે ભરતચક્રવતીની પેઠે સંસારમાં દુઃખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધિ પુણ્ય જાણવું. પૂર્વે કરેલ અજ્ઞાન તપ વડે કેણિક રાજાની પેઠે મહેટી દ્ધિ તથા રોગ રહિત કાયા આદિ છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધિ પુણ્ય જાણવું. જે જીવે દ્રમક મહર્ષિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ કિંચિત દયા આદિ પરિણામ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધિ પા૫ જાણવું. જે છે કાલશૌકરિકની પેઠે પાપી, ઘાતકી કર્મ કરનારા, અધમી, નિર્દય, કરેલા પાપને પસ્તા ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધિ પાપનું ફળ જાણવું. પુણ્યાનુબંધિ પુણ્યથી બાહ્ય ત્રાદ્ધિ અને અંતરંગ અદ્ધિ પણ પમાય છે. તે બે અદ્ધિમાં એક પણ વ્યક્તિ જે માણસને પામ્યો તેના મનુષ્ય ભવને ધિક્કાર થાઓ. જે છ પ્રથમ શુભ પરિણામથી ધર્મકલ્યને આરંભ કરે, પણ પાછળથી શુભ પરિણામ ઉતરી જવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે જીવો પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કે જીવને પાપાનુબંધિ પુણ્યના ઉદયથી આલોકમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું છે એમાં કોઈ શક નથી. કેમકે-દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થએલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરેવેલા લોઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યા વગર પચતી નથી. માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આલકે તથા પરલોકે અનર્થ પેદા થાય છે. કેઈને પણ કષ્ટ કે તાપ થાય તેમ ન કરવું. કેઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતું હોય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છેડવું. કારણ કે, કેને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખસમૃદ્ધિ વધતી નથી. કેમકે – જે લોકે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધમને, સુખથી વિદ્યાને અને ક્રૂરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પિતે સુખી થવા ઈચ્છતા હોય તે મૂખ જાણવા.”
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy