________________
વ્યવહાર શુદ્ધિ 1.
૧૬૭
સેના ઉપર લોઢું મઢાવીને તેનું એક કાટલું પિતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે એમ જાણી તે ગળી ગઈ. માછીમારે તે માછલી પકડી, ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીરે તે કાટલું શ્રેષ્ઠિને આપ્યું. તેથી શ્રેષ્ઠિને તથા તેના પરિવારના સર્વ માણસને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો. આ રીતે શ્રેષ્ઠીને બોધ થયે ત્યારે તે સમ્યક પ્રકાર શદ્ધ વ્યવહાર કરી હાટો ધનવાન થયો. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું, અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયો કે, તેનું નામ લીધાથી પણ વિશ્વ—ઉપદ્રવ ટળવા લાગ્યા. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લેકે વહાણ ચલાવવાની વખતે “હેલા હેલા” એમ કહે છે તે આ શેઠનું નામ મરણ છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે. | સ્વામિદ્રોહ આદિ મોટા પાપકર્મને ત્યાગ કરવો–પિતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરૂ, વૃદ્ધ તથા બાળક અટલાની સાથે હિ કરે અથવા તેમની થાપણું એાળવવી એ તેમની હત્યા કરવા સમાન છે. માટે એ તથા બીજાં એવાં મહાપાતકે વિવેકી પુરૂષે અવશ્ય વર્જવાં.” કહ્યું છે કે—ટી સાક્ષી પુરનાર, ઘણા કાળ સુધી રાવ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતજ્ઞ એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચ જાતિચંડાળ જાણ. અહિં વિશ્વાસઘાત ઉપર વિસેમિરાને સંબંધ કહીએ છીએ. તે આ રીતે છે. ( વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે આસક્ત હેવાથી તે રાજયસભામાં પણ રાણીની સાથે બેસતે. હતે. મંત્રીએ સત્ય કહેવું જોઈએ એ નીતિવચન વિચારો દીવાને રાજને કહ્યું કે, “મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે સખે.” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરૂને દેખાડી. શાસ્ટાનંદને પોતાની વિદ્વતા બતાવવાને અર્થે કહ્યું કે, “રાણીના ડાબા સાથળ ઉપર તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યું નથી.” ગુરૂના આ વચનથી રાજાના મનમાં ગુરૂ અને રાણીના શીયળને વિષે શક આવ્યું, અને તેથી તેણે દિવાનને શારદાનંદનને મારી નાંખવા હુકમ આખ્યો. પણ ડાહ્યા દીવાને પોતાના ઘરમાં શારદાનંદનને અને રાખ્યો.
એક વખતે વિયેપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે લાગી બહુ દુર ગયો. સંધ્યા સમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢ્યું. ત્યાં વ્યંતરાધિષિત વાનર હતું, તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સુઈ રહ્યો અને પછી રાજપુત્રના મેળામાં વાનર સૂતે હતે એટલામાં ભૂખથી પીડાયેલા વાળના વચનથી રાજપુને વાનરને નીચે નાંખે વાનર વાળના મુખમાં પડયો હતે. પણ વાઘ