SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકાના પ્રકાર ૧૫૫ વિકાને અર્થે ભિક્ષા માગે છે, તે વૃત્તિભિક્ષા કહેવાય છે.” વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે, તેના માગનારા દરિદ્રી લોકો ધર્મની લઘુતા ઉપજાવતા નથી. મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષે કરી ધમી શ્રાવકે ભિક્ષા માગવી જોઈએ નહિ. બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરૂષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે, તે પણ જેમ દુર્જનની મૈત્રીથી, તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય છે અને જે જીવ ધર્મની નિંદા કરાવનારો થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઘનિયંતિમાં સાધુને આશ્રયિ કહ્યું છે કે, “ષટૂછવનિકાય ઉપર દયા રાખનાર સંયમી સાધુ પણ, આહાર નિહાર કરતાં તથા ગેચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ પણ ધર્મની નિદા ઉપજાવે, તો તેને બાધિલાભ લભ થાય. ભિક્ષા માગવાથી કોઈને ત્યાં લકમીની અને સુખની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે –“પૂર્ણ લક્ષમી વ્યાપારની અંદર વસે છે, થોડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બીલકુલ છેજ નહી ?” ઉદરપોષણ માત્ર આજીવિકા આ ભિક્ષાથી થાય છે, તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે–ઋત, અમૃત, મૃત, અમૃત અને સત્યાગૃત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચની સેવા કરી પિતાને નિર્વાહ કદી પણ ન કરે. ચૌટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃતતે ખેતી અને સત્યાગૃત એટલે વેપાર જાણ. આ સર્વેમાં વણિ લોકોને તે દ્રવ્ય સંપાદન કરવાનું મુખ્ય સાધન વ્યાપારજ છે. આ સર્વેમાં સેવા ચાકરી એ તે કુતરાની આજીવિકા સમાન છે” કહ્યું છે કે– લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષોના ઉદ્યમ રૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે.” વિવેકી પુરૂષે પિતાને અને પિતાના હાયક, ધન, બળ, ભાગ્યોદય, દેશકાળ આદિના વિચાર કરીને જ વ્યાપાર કરે. નહીં તે ખેટ વગેરે આવવાનો સંભવ રહે છે. અને અમે બીજે કહ્યું છે કે– બુદ્ધિશાળિ પુરૂષે પિતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ અને જે તેમ ન કરે તે કાર્યની અસિદ્ધિ, લજજા, લોકમાં ઉપહાસ, હીલના તથા લક્ષમીની અને બળની હાનિ થાય છે.” અન્ય ગ્રંથકારેએ પણ કહ્યું છે કે–દેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કેવું છે? હારે આવક તથા ખરચ કેટલું છે? હું કોણ છું? અને મારી શક્તિ કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કરે. શીધ્ર હાથ આવનારાં, વિન્ન વિનાનાં અને પોતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધન ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શિઘ કાર્યની સિદ્ધિ સુચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને ઘણા યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લકમી પુણ્યમાં અને પાપમાં કેટલા ભેદ છે?તે જણાવે છે. ” વ્યવહાર શુદ્ધિ વ્યાપારની દ્રવ્ય ક્ષેત્ર અને કાળ વ્યાપારના વ્યવહારની શુદ્ધિ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy