SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ( [ શ્રાદ્ધવિધિ તપસ્યાનું ઘણું કષ્ટ સહન કર્યું. તો પણ તેમને અનુક્રમે ઈશાનેંદ્રપણું, ચમરેંદ્રપણું ઇત્યાદિક અ૫ ફળ મળ્યું. જે જ્ઞાની પુરૂષ હોય, તથાપિ ચિત્તમાં શ્રદ્ધા ન હોય તે તેની સમ્યક્ પ્રકારે ક્રિયાને વિષે પ્રવૃત્તિ થાય નહીં. આ સંબંધમાં અંગારમર્દક આચાર્યનું દષ્ટાંત જાણવું કહ્યું છે કે “જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન એ ત્રણે નિષ્ફળ છે. અહિં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણુ આંધળાનું, માગને જાણ પણ ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું અને માર્ગનું જ્ઞાન તથા ચાલવાની શક્તિ ધરાવતા છતાં પણ ખોટે માર્ગે ચાલવાની ઈચ્છા રાખનાર પુરુષનું એવાં ત્રણ દષ્ટાંત એક પછી એક ઘટાવવા” કારણકે, દાંતમાં કહેલા ત્રણે પુરૂ અંતરાય રહિત કે ઈ ઠેકાણે જઈ શકે તેમ નથી. આ ઉપરથી આટલું સિદ્ધ થયું કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને યોગથી મોક્ષ થાય છે. માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાને હમેશાં શ્રાવકે પ્રયત્ન કરે જોઈએ. મુનિ મહારાજને સંયમનિર્વાહની પૃચ્છા કરવી. શ્રાવક મુનિરાજને સંયમન નિર્વાહ પૂછે. તે એમ કે –“આપની સંયમયાત્રા બરાબર છે? તમારી રાત્રિ સુખથી ગઈ ? તમારું શરીર નિરાબાધ છે? કઈ વ્યાધિ તમને પીડા તે નથી કરતો ? વૈદ્યનું પ્રયોજન પડે તેવું કામ છે ? ઔષધ આદિને ખપ છે? કાંઈ પચ્ચ વગેરેની આવશ્યક્તા છે કે નહિ ?” વગેરે પ્રશ્ન કરવા. એવા પ્રશ્ન કરવાથી કર્મની હેટી નિર્જરા થાય છે. કહ્યું છે કે “સાધુઓની સન્મુખ જવાથી, તેમને વંદના તથા નમસ્કાર કરવાથી અને સંયમયાત્રાના પ્રશ્ન પૂછવાથી ચિરકાળનું સંચિત કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં પડેલું પતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી. સાઠ દિવસના ઉપવાસને અંતે મૃત્યુ પામી ચમચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે. આ ચમરેન્દ્ર પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પિતાથી અધિક ઋદ્ધિ વિભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે “સૌધર્મેન્દ્ર ક્યાં છે?” તેજ વખતે સૌધર્મેન્દ્ર વજા મુકયું. વજ દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ “હે ભગવંત તમે મારું શરણુ” એમ બોલતે તેમના બે પગની અંદર ભરાઈ ગ. ઈન્દ્ર તુર્ત ઉપગ મુકી વજને પાછું ખેંચી લીધું અને અમરેન્દ્રને કહ્યું કે “આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારે ભય રાખવાની જરૂર નથી.” પછી બન્ને ઈન્દ્રો ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા. ૩૦ અંગાર મઈક-ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે વિજયસેન સૂરિના શિષ્ય રાત્રે સ્વપ્નમાં પાંચસો હાથીથી યુકત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વપ્ન ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે “કેઈ અભવ્ય ગુરૂ પાંચસે સારા શિષ્યો સહિત આવશે.” તે પછી રુદ્રાચાર્ય પાંચસે શિષ્યો સહિત આવ્યા. વિજ્યસેન સૂરિએ તેમની વૈયાવચ્ચ ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુ નીતિએ જતાં પગથી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy