SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ રર . સંઘપતિ બનાવી પિતાના બંધુઓ સહિત સંઘ કાઢી ઉપકેશગચ્છના સિદ્ધિસુરિ પાસે તે નવા બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ પછી સમરાશાહે ફરી ૧૩૭૫ માં શત્રુંજયની યાત્રા કરી અને બીજા પણ ઘણું જિનમંદિરનો ઉદ્ધાર કર્યો. (આ સમરસિંહના વધુ ચરિત્ર માટે જુઓ નાભિનંદને દ્વાર પ્રબંધ) વિ. સં. ૧૩૭૮માં ભાંગેલી વિમલવસહીને જિર્ણોદ્વાર મહણસિંહના પુત્ર લાલિગ અને ધનસિંહના પુત્ર વીજડે કરાવ્યું, અને લુણિગવહિન જીર્ણોદ્ધાર ચંડસિંહના પુત્ર સંઘપતિ પીથડે કરાવ્યું. આ વાત વિ. સં. ૧૩૭૮ ને લેખ આજે પણ તે મંદિરમાં છે તે જણાવે છે. આમ મુસ્લીમ રાજ્ય થતાં શરૂ શરૂમાં સાહિત્ય પ્રવૃત્તિ હતવિહત થઈ. ભંડાર કેટલાક નાશ પામ્યા. પરંતુ થોડા સમય બાદ ડાળે પડતાં તે પ્રવૃત્તિ શાસ્ત્રીય ગ્રંથને બદલે લોકરૂચિ ગ્રંથ તરફ વળી. તેથી આ પછી તે સમયની દેશી ભાષામાં અને જનઉપયોગી ઉપદેશના વધુ ગ્રંથની રચના થવા લાગી. સેમતિલકસૂરિ. સમપ્રભસૂરિની પાટે અડતાલીસમા સેમતિલકસૂરિ થયા. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિએ વિવિધ રચેલાં સ્તોત્રો અને કલ્પ આ પ્રતાપી પુરૂષને સમર્પણ કર્યા હતા. આ ઉપરાંત સંમતિલકસૂરિએ બહનવ્યક્ષેત્રસમાસ, સપ્તતિ શતસ્થાનક, શ્રી પૃથ્વી પર સાધુના તેત્ર વિગેરે ગ્રંથની રચના કરી છે. સેમતિલકસૂરિને જન્મ વિ. સં. ૧૩૫૫માં, દીક્ષા વિ. સં. ૧૩૬માં, આચાર્ય પદ વિ. સં. ૧૩૭૩માં અને નિર્વાણ વિ. સં. ૧૪૨૪માં થયું હતું. આ શ્રી સંમતિલકસૂરિએ ત્રણ શિષ્યોને આચાર્યપદે સ્થાપ્યા. ૧ ચંદ્રશેખરસૂરિ ૨ જયાનંદસૂરિ ૩ દેવસુંદરસૂરિ. * આને માટે કહેલા ઉપાશ્રય ડાબડે ૧૩ પ્રતિ નં ૮ અનુગદ્વારા મૂળ તેને અંતે એક ૩૪ોક પ્રમાણ પ્રશસ્તિ છે, તેમાં વિ. સં. ૧૩૭૭ વિ. સં. ૧૫૭૧ સુધીના સડેરના પ્રાવાટ વંશીય અદભુના સંતાનોની કાર્યવાહીની નેધ આપી છે. સંડેરમાં પોરવાડ વંશી આભુ શેઠ છે તેને આસડ નામે પુત્ર થયો. તેને ખ્યાખ તથા વર્ધમાન નામે પુત્ર થયા ખ્યાખના પુત્ર ચંડસિંહને છ પુત્ર થયા, પેથડ, નરસિંહ, રત્નસિહ, મલ, મુંજાલ, અને વિક્રમસિંહ તેમાં પેથડે સંડેરમાં ઉચ્ચ મંદિર કરાવ્યું, વીજાપુરમાં ચિત્ય કરાવ્યું અને રીરીમય મહાવીરની પ્રતિમા પધરાવી, તથા આબુ ઉપર લુણી વસતિનો ઉદ્ધાર કર્યો. તથા ભીમ શેઠે બનાવરાવેલ પિત્તલમય બિંબને હમથી દઢ કર્યું', કર્ણદેવના રાજ્ય વખતે મહાવીર ભગવાનની પ્રતિમાની શુભ લગ્ન પ્રતિષ્ઠા કરાવી. તેમજ ગિરનાર અને શત્રુંજયને સંઘ કાઢશે તથા વિસિં ૧૩૭૭ માં દુકાળ પડ્યો ત્યારે લાખો માણસોને અનાજ આપી સ્વસ્થ કર્યા, આગમના ચાર લખાવ્યા, વિગેરે વિગેરે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy