________________
૧૬
[ શ્રાદ્ધવિધિ લકોએ પિતા આદિની પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણકે, કહ્યા પછી કેણ જાણે, કોનું કયાં અને શી રીતે મરણ થશે! પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય અવસરે જૂદું જ વાપરવું, પણ પિતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યોમાં ભેગું ન ગણવું. કારણકે, તેથી ધર્મસ્થાનના ખર્ચને વિવેક રહેતું નથી અને બેદરકારી આવે છે. - કેટલાક લોકે યાત્રાને અર્થે “આટલું દ્રવ્ય ખરચીશું” એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી ગાડી ભાડું, ખાવું, પીવું, મેકલવું માર્ગ વગેરે આદિ સ્થાનકે લાગેલું સર્વ ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે વ્યાજબી નથી, કેમકે યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હેય, તે દ્રવ્ય દેવ, ગુરૂ આદિનું દ્રવ્ય થયું ગણાય. તે દ્રવ્ય જે પિતાના ઉપગમાં વાપરે તે દેવાધિદ્રવ્ય ભક્ષણ કર્યાને દેષ કેમ ન લાગે? મરણ વખતે સંભારીને દેવદ્રવ્યાદિનું ઋણ હોય તે પ્રથમ ચુકવવું.
પિતાના જીવનમાં જાણતાં અથવા અજાણતાં જે કઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યને ઉપયોગ થયું હોય, તેની આલોયણ તરીકે, જેટલા દ્રવ્યને ઉપયોગ અનુમાનથી ધ્યાનમાં આવતે હોય, તેના પ્રમાણમાં પિતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિદ્રવ્યમાં નાંખવું. એ આયણ મરણ સમય નજીક આવે ત્યારે તે અવશ્ય કરવી જોઈએ. દેવું રાખી કેઈપણ વખત ધર્માદ ન કરો.
વિવેકી પુરૂષે પિતાની અલ્પ શક્તિ હોય તે ધર્મનાં સાત ક્ષેત્રને વિષે પિતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કેઈનું અણુદેવું રાખવું નહિં. પાઈએ પાઈ ચૂકતે કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તે બિલકુલ નજ રાખવું. કહ્યું છે કે શ્રેષ્ઠ પુરૂષે કેઈનું અણુ એક ક્ષણમાત્ર પણ કેઈ કાળે ન રાખવું. તે પછી અતિ દુસહ દેવાદિકનું ઋણ તો કોણ માથે રાખે?” માટે બુદ્ધિમાન પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચેખે વ્યવહાર રાખો. કહ્યું છે કે-જેમ ગાય પડવેના ચંદ્રને, નેળિયે નરવેલને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ સૂક્ષમધમ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી, આ પ્રમાણે ગાથાની પૂર્વાદ્ધ વ્યાખ્યામાં જિનદર્શન, જિનપૂજા, આશાતના
- તથા દેવદ્રવ્યાદિક વિચાર સંક્ષેપથી હ્યો. હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢ પણે પાળનાર ગુરૂની પાસે જઈ પતે પૂર્વે કરેલું પચ્ચકખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારમદી૫ ગ્રંથથી જાણવી. પચ્ચકખાણ ત્રણ પ્રકારનું છે.