SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રાદ્ધવિધિ ] બાંધ્યું ત્યાંથી પાંચ જણ સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયાં અને ત્યાંથી આવી ધર્મદત્તને જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર અને ચાર રાણીઓના જીવ ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને ગણધર સહિત મુક્તિપદને પામ્યાં. આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવા હમેશાં તત્પર રહેવું. આ રીતે આદર અને વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ મળે છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે. મૂળગાથામાં “વિક ચિતરો” એટલે “ઊંચત ચિંતા કરવાને તત્પર એમ કહ્યું છે. માટે ઉચિત ચિંતા તે શું? તે કહે છે. ૧ જિનમંદિરમાં સફાઈ રાખવી, ૨ જિનમંદિર અથવા તેને ભાગ પડી જતો હોય તે તે તુરત દુરસ્ત કરાવે; ૩ પૂજાનાં ઉપગરણ ખૂટતાં હોય તો પૂરાં પાડવાં; ૪ ભગવાનની તથા પરિવારની પ્રતિમાઓ નિર્મળ રાખવી; ૫ ઉત્કૃષ્ટી પૂજા તથા દીપાદિકની ઉત્કૃષ્ટ શભા કરવી; ૬ રાશી આશાતનાઓ ટાળવી; ૭ ચોખા, ફળ, નૈવેદ્ય આદિની સંભાળ રાખવી. ચંદન, કેશર, ધૂપ, તેલ એટલી વસ્તુને સંગ્રહ કરે, ૮ દેરાસરના પૈસાને નાશ થતો હોય તે આગળ કહેવાશે તે દષ્ટાંત માફક તેની રક્ષા કરવી; ૯ બે ચાર સારા શ્રાવક સાક્ષી રાખીને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી, ૧૦ ઉઘરાણીમાં આવેલું દ્રવ્ય સારે ઠેકાણે યતનાથી રાખવું; ૧૧ દેવદ્રવ્યના જમે ખર્ચનું નામું ચેખું રાખવું; ૧૨ પિતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા બીજા પાસે કરાવવી, ૧૩ મંદિરમાં કામ કરનાર લોકોને યોગ્ય પગાર આપ, તથા ૧૪ તે લોકે બરાબર કામ કરે છે કે નહિં? તે તપાસવા માટે તેમની ઉપર દેખરેખ રાખવી, વગેરે અનેક પ્રકારની ઉચિત ચિંતા જાણવી. દ્રવ્યથી અથવા ચાકર વગેરેથી બની શકે એવાં મંદિરનાં કાર્ય દ્રવ્યવાનું શ્રાવકથી વગર પ્રયાસે થાય એમ છે. તથા પિતાની અંગ મહેનતથી અથવા પોતાના કુટુંબના માણસેથી બની શકે એમાં કામ હોય તે નિર્ધન માણસથી વગર દ્રવ્ય થાય એમ છે, માટે જેની જે કરવાની જેવી શક્તિ હોય, તેણે તે કાર્યમાં તેવી ઉચિત ચિંતા કરવી. જે ઉચિત ચિંતા થડા સમયમાં થાય એવી હોય, તે બીજી નિતિહી કરતાં પહેલાં જ કરવી. વધુ સમય લાગે તેવી હોય તે યુગ પ્રમાણે કરવું. ઘરના કામ કરતાં ધર્મસ્થાનની વિશેષ કાળજી રાખવી. જેમ ઉપર મંદિરની ઉચિત ચિંતા કહી, તેમજ ધર્મશાળા, ગુરૂ, જ્ઞાન આદિની પણ ઉચિત ચિંતા પિતાની સર્વ શક્તિથી કરવી. કારણકે દેવ, ગુરૂ પ્રમુખની ચિંતા કરનાર શ્રાવક વગર બીજે કઈ નથી. જેમ એક ગાયના ઘણા માલીક બ્રાહ્મણે તેને દેહતા, પણ તેને ઘાસ પાણી નીરતા નહિં. એવી રીતે દેવ, ગુરૂ આદિની ઉપેક્ષા અથવા તેમના કામમાં ઢીલ ન કરવી. કારણકે, તેમ કરે તે સમ્યકત્વને પણ વખતે વિનાશ થઈ જાય. આશાતના વગેરે થવા છતાં જે શ્રાવકને દુઃખ ન થાય તે તેની કેવી અરિહંત પ્રમુખની ભક્તિ? લૌકિકમાં પણ સંભળાય છે કે, મહાદેવની આંખ ઉખડી ગયેલી જોઈ ઘણા દુઃખી થયેલા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy