SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ [ શ્રાદ્ધવિધિ પૂર્વભવથી આવેલી ધ રૂચિથી અને ભક્તિથી પેાતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યાં. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતા, માટે એણે દૂધ વગેરે પીધુ. આજે સુધા તૃષાથી પીડાયા તા પણુ દનના અને વંદનાના ચાગ ન મળવાથી એણે મન દૃઢ રાખી ધ ન પીધુ. અમારા વચનથી જ્યારે એના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂભવે જે શુભ અથવા અશુભ કમ કયુ" હોય, અથવા કરવા ધાતુ" હાય, તે સવ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વ ભવે કરેલી જિનેશ્વર ભગવાનની ભક્તિથી ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાએના જીવ સ્વર્ગથી ચવીને જૂદા જૂદા મ્હોટા રાજાઓના ત્યાં અવતરી એની રાણીએ થશે. કારણકે સાથે સુકૃત કરનારાઓને ચેગ સાથેજ રહે છે. મુનિરાજની વાણી સાંભળી તથા માળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લેાકેા નિયમ સહિત ધર્માંના સ્વીકાર કરવામાં તત્પર થયા. હવે મુનિ કહે છે કે “હું ચિત્રગતિ વિદ્યાધર વિચિત્રગતિ પુત્રને પ્રતિખાધ કરવાને અર્થે વિહાર કરૂ છું. ” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢય પ°તે ઉડી ગયા. જાતિસ્મરણ પામેલા ધ`દત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતા દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યા. એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ “ જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર:જમવું નહી. ” એવા અભિગ્રહ લીધે. અને “ પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે. ” એમ વિચારી શ્રાવકધમ ના સ્વીકાર કર્યો. “ધર્માંકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયુ. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા, ત્યારે તેનામાં લોકાત્તર મીઠાશ આવી. એક દિવસે કાઈ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઈંદ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનુ રાજાને ભેટગુ કર્યું", પિતાની આજ્ઞા લઈને ધર્માંદત્ત અશ્વ ઉપર ચઢા. અશ્વ એકદમ આકાશમાં ઉડયા. ચેાડી વારમાં તે હજારા ચાજન વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યા ગયા. ધદત્ત શૂન્ય અટવીમાં પણું મન શૂન્ય ન રાખતાં જેમ પેાતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતા હોય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. માત્ર તેને જિનપ્રતિમાનું પૂજન કરવાના યોગ ન મળ્યો તેનું દુઃખ થયું. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિર્જલ ચઉવિહારા ઉપવાસ કર્યાં. શીતળ જળ અને જાત જાતનાં ફળ ઘણાં હોવા છતાં પણ સુધા તૃષાથી અતિશય પીડાયેલા ધદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. છેવટે એક દેવ પ્રગટ થઇ તેને કહેવા લાગ્યા. કે “સત્પુરૂષ! કાઇથી સધાય નહિં એવું કાય તેં સાધ્યું છે. પેાતાના જીવિતની અપેક્ષા નરાખતાં આદરેલા નિયમને વિષેની ત્હારી દૃઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે હારી પ્રશંસા કરી તે ચેાગ્યજ છે. ઈંદ્રની પ્રશ'સા મ્હારાથી ખમાઈ નહિં, તેથી મે' અહિ' અટવીમાં લાવીને ત્હારી ધમ મર્યાદાની પરીક્ષા કરી. હું સુજાણુ ! હારી ઉલ્લધી ધમ દત્તને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy