SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ ' અર્થસાધુઓ મંદિરમાં કરોળિયાનાં જાળ વગેરે હોય તે મંદિરની સંભાળ કરનાર બીજા ગૃહસ્થી લોકોને પ્રેરણા કરે. તે એવી રીતે કે –“તમે ચિતારાના પાટિયાની પેઠે મંદિરને સ્વચ્છ રાખે. જેમ ચિતારાનું ચિત્રનું પાટીયું ઉજજવલ હોય તે સર્વ લોક તેને વખાણે છે, તેમ તમે જે મંદિરને વારંવાર સંમાર્જન (પૂજવું) પ્રમુખ કરી ઉજ્જવલ રાખે તે ઘણું લેકે તમારે પૂજા સત્કાર કરશે.” હવે તે મંદિરના સેવક લોકે જો મંદિરના ઘર ક્ષેત્ર (ખેતર) આદિની વૃત્તિ ભેગવનારા હોય છે, તેમને ઠપકો દે. તે આ રીતે –“એક તે તમે મંદિરની વૃત્તિ ભગવે છે, અને બીજુ મંદિરની સંમાર્જન આદિ સારવાર પણ કરતા નથી.” એમ કહ્યા પછી પણ તે લેકે જે કળિયાનાં જાળાં આદિ કાઢી નાંખવા ન ઈએ છે, તે જેની અંદર છવ દેખાતા ન હોય તેવા તંતુજાળને સાધુ પોતે જ કાઢી નાંખે. એવા સિદ્ધાંત વચનને પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી એમ સિદ્ધ થયું. તે પછી શ્રાવકની શી વાત કરવી ? (અર્થાત્ શ્રાવકેએ દેશસરની પૂર્ણ સંભાળ રાખવી જોઈએ કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને શ્રાવકના અભાવે આટલું બધું કરવાનું કહેવામાં આવ્યું છે તે તે કૃત્ય શ્રાવકનું હેવાથી શ્રાવકે હંમેશાં સાવધ પણે કરવું જોઈએ.) ચેત્યે જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું ઈત્યાદિ જે આ ઉપર વિધિ કહ્યો, તે સર્વ ઋદ્ધિપાત્ર શ્રાવકને આશ્રયી જાણે. કારણું કે, તેનાથીજ એ સર્વ બની શકવાને સંભવ છે. રદ્ધિરહિત શ્રાવકે દ્રવ્યપૂજા કેમ કરવી? અદ્ધિ રહિત શ્રાવક તે પિતાને ઘેરજ સામાયિક આદરીને કેઈનું દેવું અયવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈસમિતિ આદિકને વિષે ઉપગ રાખી સાધુની પેઠે ત્રણ નિહિત આદિ ભાવપૂજાને અનુસરતી વિધિથી મંદિરે જાય. ત્યાં જે કદાચિત્ કઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તે સામાઘિક પારીને કુલ ગુંથવા વિગેરે કાર્યમાં પ્રવર્તે. કારણકે દ્રવ્ય પૂજાની પિતાની પાસે સામગ્રી નથી અને તેટલો ખર્ચ પણ તે કરી શકે તેમ નથી તે પારકી સામગ્રીથી તેનો લાભ લે તેમાં કાંઈ અનુચિત નથી. શક- સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ મા ઉચિત શી રીતે થાય? સમાધાન –દ્ધિ રહિત શ્રાવકથી સામાયિક કરવું પિતાના હાથમાં હોવાથી ગમે તે સમયે પણ બની શકે એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કેઈ કેઈસમયે જ તે કરવાનો પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે–(વ્યસ્તવથી) ભવ્ય જીવને ધિલાભ થાય છે, સમ્યગ્દષ્ટિ જીવોનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા. પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે, માટે તેજ કરે. દિનકૃત્ય સૂત્રમાં પણ કહ્યું છે કે આ પ્રકારે આ સર્વ વિધિ ઋદ્ધિવંત શ્રાવકને કહો. સામાન્ય શ્રાવક તે પિતાને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy