SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્રપૂજા ટી લે છે, તેના એક દાણા પણ માથામાં રાખ્યા હોય તે રાગ મટે છે અને છ મહિના સુધી શ્રીજો રાગ થાય નહિ.' પછી સદ્ગુરૂએ પ્રતિષ્ઠિત કરેલા, મહેાટા મહોત્સવ પૂર્વક લાવેલા અને કુસંભાદિ શ્રેષ્ઠ વસ્ત્રોથી શાલતા એવા મહાધ્વજને દેરાસર ફરતી ત્રણ પ્રક્ષિણા દેવરાવી પાળાદિકને અલિદાન આપી ચતુર્વિધ સંઘ સહિત વાજતે ગાજતે ચઢાવવા. અને યથાશક્તિ શ્રી સ ંઘને પહેરામણી વિગેરે સ્વામિવાત્સલ્ય તથા પ્રભાવનાદિક કરી પ્રભુ આગળ મૂળ નૈવેદ્યાર્દિક મુકવાં. પુષ્પવૃષ્ટિ, લવણુ પ્રક્ષેપ અને આરતી મંગળદીયા કરવાની વિધિ. ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવા આરતી અને મંગળદીવા પ્રગટાવત્રા. અને તેની પાસે સળગતા અગ્નિનું વાસણ લણુ અને જળ નાંખવામાટે મુકવું. उवणेड़ मंगलं वो, जिणाण सुहलाहिजालमंवलिया । तित्थपवत्तणसमए, तिअसविमुक्का कुसुमवुट्ठि ॥ १॥ તીથકરના તીથ પ્રવતનના અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ. ॥ ૧ ॥ એ મંત્ર કહી પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. પછી—લવણુ, જળ અને ફુલ હાથમાં પ્રદક્ષિણ કરાવતાં આ નીચે લખેલી ગાથા મેલવી. उयह परिभग्ग पसरं, पयाहिणं मुणिवई करेऊणं पडइ सलोणत्तण ल- ज्जिअं व लोणं हुअवहंमि ॥ १ ॥ જુઓ, લવણ જાણે પેાતાના લાવણ્યથી લજ્જિત થયું અને કાંઇ ઉપાય ન રહેવાથી ભગવાને ત્રણ પ્રદક્ષિણા દઇ અગ્નિમાં પડે છે. ઇત્યાદિ પાઠ કહીને જિનેશ્વર ભગવંતને ત્રણવાર પુષ્પસહિત લવણું જળ ઉતારવું. ત્યારપછી આરતીની પૂજા કરવી અને ધૂપ ઉખેવવા, એક શ્રાવક સુખદેશ માંથી થાળમાં મુકેલી આરતીના થાળ હાથમાં લઈ આરતી ઉતારે એક ઉત્તમ શ્રાવક પવિત્ર જળથી કળશ ભરી એક થાળમાં ધારા કરે અને બીજા શ્રાવક વાજિંત્ર વગાડે અને છૂટાં ફુલની વૃષ્ટિ કરે, તે વખતે આરતીની ગાથા ખેાલવી. જે નીચે મુજ્બ છે. मरगय मणि घडिय विसा-ल थाल माणिकमंडिअपइवं । न्हवणयरकरुक्खित्तं, भमउ जिणारत्तिअं तुम्ह ॥ १ ॥ ‘મરકતમણિના ઘડેલા વિશાળ થાળમાં મણિયત્નથી મઢિત મંગળ દીવાને સ્નાન કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્યજીવાના ભવની આરતી (ચિન્તા) દૂર થાઓ.’ આ પાઠ ઉચ્ચારતાં ઉત્તમ પાત્રમાં રાખેલી આરતી ત્રણવાર ઉતારવી. વિષષ્ઠિરિવાદિ ગ્રંથમાં કહ્યું છે કે—પછી ઇંદ્રે કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઇક પાછા ખસી કરી આગળ આવી ભગવાનની આરિત ગ્રહણુ કરી. ઈંદ્ર ખળતા દીવાઓની કાંતિથી ૧૧
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy