SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરપ્રકારી પૂજાના ભેદ ] ૭૭ વાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે તેમાં ફૂલ, ચેખા આદિ દ્રવ્યથી જે પૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા. અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવપૂજા જાણવી. એવી રીતે આ બે પ્રકારમાં પૂજાના સર્વ ભેદ સમાઈ જાય છે, ફૂલ ચઢાવવાં, ચંદન ચઢાવવું વગેરે ઉપચારથી કરેલી સત્તર પ્રકારી પૂજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કરેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. સત્તર પ્રકારી પૂજના ભેદ આ રીતે કહ્યા છે–અંગપૂજા સ્નાત્ર અને ચંદન વિલેપન કરવું, ૨ વાસપૂજા બે ચક્ષુ ચઢાવવી, ૩ ફૂલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી ૫ વર્ણક (ગંધ વિશેષ) ચઢાવવું, ૬ ચૂર્ણ ચઢાવવું, ૭ મુકુટ પ્રમુખ આરણ ચઢાવવાં, ૮ ફૂલઘર કરવું, ૯ ફૂલને પગર (રાશિ) કરે, ૧૦ આરતી તથા મંગળદી કર, ૧૧ દી કર, ૧૨ ધૂપ ઉખેવો, ૧૩ નૈવેદ્ય ધરવું, ૧૪ સારાં ફળ ધરવાં, ૧૫ ગાયન કરવું, ૧૬ નાટક કરવું, ૧૭ વાજિંત્ર વગાડવાં એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે. ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલીક ઉપયોગી વસ્તુઓ તથા એકવીસ પ્રકારી પૂજા વિધિ નીચે પ્રમાણે જણાવેલ છે. - પશ્ચિમ દિશાસન્મુખ મુખ કરીને દાતણ કરવું, પૂર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજવળ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરવી. ઘરમાં પિસતાં શલ્ય વર્જિત ડાબે ભાગે દેઢ હાથ ઉંચી ભૂમિ ઉપર ઘરદેરાસર કરવું. જે નીચી ભૂમિએ દેરાસર કરે તે તેને વંશ એક સરખે નીચે જાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પૂજા કરનાર માણસે પુર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરવી. પણ દક્ષિણ દિશાએ તથા ચાર કેણ દિશાએ મુખ કરીને ન કરવી. જે પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરે, તો તે માણસની ચોથી પેઢીએ તેને કુલક્ષય થાય, અને દક્ષિણ દિશાએ મુખ કરીને પૂજા કરે છે તે માણસની આગળ સંતતિ વૃદ્ધિ પામે નહિં, અગ્નિ કેણ તરફ મુખ કરીને પૂજા કરે છે, તે માણસની દિવસે દિવસે ધન હાનિ થાય. વાયવ્ય કેણ તરફ મુખ કરીને પૂજા કરે તે સંતતિ ન થાય, નૈઋત્ય કેણ તરફ મુખ કરે તે કુળ ક્ષય થાય, અને ઈશાન કેણુ તરફ મુખ કરે તે સંતતિ બિલકુલ ન થાય. પ્રતિમાના બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પૂજા કરવી, ચંદન વિના કેઈ પણ કાળે પૂજા ન કરવી. કપાળ, કંઠ, હૃદય, ખભા અને પેટ એટલે ઠેકાણે તિલક કરવાં. નવ તિલકથી (૧ બે અંગુઠા, ૨ બે ઢીંચણ, ૩ બે હાથ, ૪ બે ખભા, ૫ મસ્તક, ૬ કપાળ, ૭ કંઠ, ૮ હદયકમળ, ૯ નાભિ.) નવ અંગે હમેશાં પૂજા કરવી. જાણુ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી, મધ્યાહ્ન સમયે કુલથી પૂજા કરવી, અને સંધ્યા સમયે ધૂપ દીપથી પૂજા કરવી. ધૂપધાણું ભગવાનના ડાબે પડખે રાખવું, અગ્રપૂજામાં ધરાય છે તે સર્વે વસ્તુ ભગવાનની સન્મુખ મૂકવી. ભગવાનની જમણી બાજુએ દીવાની જગ્યા રાખવી. ધ્યાન તથા ચેત્યવંદન
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy