________________
--
AAAAAAAAAAAAAAAAAA
A AAAA
અગ્રપૂજા. ] છે કે –“ભૂત, પ્રેત, પિશાચ પ્રમુખ પણ ખીર, ખીચડી, વડાં વગેરે અનાજને ઉતાર વિગેરે માગે છે. તેમજ દિપાલની અને તીર્થકરની દેશના થયા પછી જે બલિ કરાય છે, તે બલિ પણ અન્નથી જ કરાય છે.” નૈવેદ્યપૂજાના ફી ઉપર દુષ્ટાત
- કેઈ નિર્ધન ખેડૂત સાધુના વચનથી સમીપ આવેલા જિનમંદિરે પ્રતિદિન નૈવેદ્ય ધરતે હતે. એક દિવસે મોડું થવાથી અધિષ્ઠાયક યક્ષે સિંહનું રૂપ દેખાડી તેની પરીક્ષા કરી. પરીક્ષામાં ટકી રહ્યો તેથી સંતુષ્ટ થએલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં કન્યા, રાજાઓને જય અને રાજ્ય એ ત્રણે વસ્તુ તેને મળી. લોકમાં પણ કહ્યું છે કે –ધૂપ પાપને બાળી નાખે છે, દીપ મૃત્યુને નાશ કરે છે, નૈવેદ્ય આપવાથી વિપુલ રાજ્ય મળે છે, અને પ્રદક્ષિણાથી કાર્યસિદ્ધિ થાય છે. અન્ન પ્રમુખ સર્વે વસ્તુ નીપજવાનું કારણ જળ હેવાથી અન્નાદિકથી પણ તે વધારે શ્રેષ્ઠ છે. માટે તે પણ ભગવાન આગળ મૂકવું.”
નેવેદ્ય, આરતી આદિ સર્વ કરવાનું આગમમાં જણાવેલ છે. આવશ્યક નિર્યક્તમાં કહ્યું છે કે –“બલિ કરાય છે” ઈત્યાદિ. નિશીથને વિષે પણ કહ્યું છે કે–“તે પછી પ્રભાવતી રાણીએ બલિ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાનસ્વામીની પ્રતિમા હોય તે પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કુહાડે નાંખે. તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી ભિત ભગવંતની પ્રતિમા જોવામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે—“બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અ) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે–સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કેરાં વસ્ત્ર પ્રમુખનું ભેટશું કરે છે. બૃહત્ ક૯પને વિષે પણ કહ્યું છે કે–
साहम्मिओ न सडा, तस्स कयं ते ण कप्पइ जईणं ॥
जं पुण पडिमाणकए, तस्स कहा का अ जीवत्ता ॥१॥ સાધુએ શ્રાવકના સાધર્મિ નથી. પણ સાધુની અર્થે કરેલો આહાર સાધુને ક્યારેકપે નહિ ત્યારે પ્રતિમા માટે કરેલ નૈવેદ્ય તે સાધુને કપેજ કયાંથી? શ્રીપાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા પ્રાભૂતમાંથી ઉદ્ધરેલી પ્રતિષ્ઠા પદ્ધતિને વિષે કહ્યું છે કે –“આગમમાં કહ્યું છે કે આરતિ ઉતારી મંગલ દીવો કરે પછી ચાર સ્ત્રીઓએ મળી નિમૅ છણ (ગીતગાન) પ્રમુખ વિધિ માફક કરવું.” મહાનિશીથને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે–અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પ્રમાર્જન, વિલેપન, વિવિધ પ્રકારનું નૈવેદ્ય, વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદરપૂર્વક પૂજા પ્રતિદિન કરવાથી તીર્થની ઉન્નતિ કરાય છે.” આ સર્વ વિધિ અગ્રપૂજાના સંબંધમાં છે. ઈતિ અગ્રપૂજા - હવે ભાવપૂજા વિષે કહે છે. જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારને નિષેધ આવે છે, એવી ત્રીજી રિસિદી કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ