SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ સચિત્ત અચિત્ત અને મિશ્રનો વિચાર પ્રાયે સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમે, વરિયાળી, સવા, રાઈ, ખસખસ ઈત્યાદિ સર્વે અનાજ, સર્વે ફળ અને પત્ર, લવણ, ખારી, ખારે, રાતે સંધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી, ખડી, ગેરૂ તેમજ લીલાં દાતણ વગેરે વ્યવહારથી સચિત્ત છે. પાણીમાં પલાળેલા ચાણ તથા ઘઉં વગેરે ધાન્ય, ચણા, મગ વગેરેની દાળ પાણીમાં પલાળેલી હોય, તે કઈક ઠેકાણે અંકુરનો સંભવ હેવાથી તે મિશ્ર છે. પ્રથમ લવણાદિકનો હાથ અથવા બાફ દીધા વિના, કિંવા રેતીમાં નાંખ્યા વિના શેકેલા ચણા, ઘઉં, જાર ઇત્યાદિકની ધાણીએ, ખારાદિક દીધા વિનાના તલ, ઓળા, લીલા ચણા) પેખ, પઉંઆ, શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી રાઈ વગેરેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત્ત છે, એવાં સર્વ પાકાં ફળ મિશ્ર ( કાંઈક સચિત્ત કાંઇક અચિત્ત) છે. જે દિવસે તલપાપડી કરી હોય તે દિવસે તે મિશ્ર હોય છે. અન્ન અથવા રેરલી વગેરેમાં નાંખી રાખવામાં તે તે બે ઘડી ઉપરાંત અચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણે ગોળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંયોગ વિના અચિત્ત કરેલી હેય, તે બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત થાય છે, એવો વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચું ધાન્ય, ઘણું મર્દન કરેલું એવું પણ મીઠું ઈત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્નિ વગેરે પ્રબળ શાસ્ત્ર વિના અચિત્ત થતાં નથી. શ્રી ભગવતી સૂત્રના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે–વજામયી શીલા ઉપર અલ્પ પૃથ્વીકાય રાખી તેને વમય પથ્થરથી જે એકવીસ વાર ચૂર્ણ કરીએ, તે તે પૃથ્વીકાયમાં કેટલાક જ એવા રહે છે કે, જેને પથ્થરને સ્પર્શ પણ થયું નથી !' હરડે, ખારેક, ખીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીંપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખંડ, નિમજ, અંજીર, જળદાળ, પીસ્તા, ચિનીકબાલા, સ્ફટિક જેવાં સેંધવ વગેરે, સાજીખાર, બીડલવણું (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લોકોએ તૈયાર કરેલી માટી વગેરે, સે જન ઉપરથી આવેલી એલચી, લવિંગ, જાવંત્રી, સુકી નાગરમોથ, કેકણ વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શીંગડાં, સોપારી ઈત્યાદિ વસ્તુ હોય તે અચિત્ત માનવાને વ્યવહાર છે.” શ્રી કલ્પમાં કહ્યું છે કે, લવણાદિ વસ્તુ સે જન ગયા પછી (ઉત્પત્તિ સ્થાનમાં મળતું હતું તે) આહાર ન મળવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાંખનથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અનિથી તથા ધૂમાડાથી અચિત્ત થાય છે. (વળી એજ વાત વિસ્તારથી કહે છે) લવણાદિક વસ્તુ પાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ ડું, પછી તે કરતાં વધારે, તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સે જન ઉપર જાય છે. ૭ શાસ્ત્રમાં બતાવેલ આ અચિત્તનું વિધાન છે પણ અચિત્ત ભક્ષણ કરનાર અચિત્તની પુરી ખાત્રી કર્યા વિના સંદિગ્ધ ભાવે તેનું ભક્ષણ કરવું ન જોઈએ. લવણ વગેરે પૂર્ણ પાક થયા વિના વાપરવાં નહિં.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy