________________
શ્રી મહેન્દ્રસૂરિવિરચિત ( શ્રીવિચારસપ્રતિકા)
શ્રીવિનયકુશલરચિતવૃત્તિયુક્ત
પદાર્થસંગ્રહ અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થની રચના કરી છે. તેની ઉપર શ્રીવિનયકુશલજીએ વૃત્તિ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં બાર વિચારોનો સંગ્રહ કર્યો છે. તે આ પ્રમાણે – ૧) શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨) ઇરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર. ૩) કોટિશિલાના સ્વરૂપનો વિચાર. ૪) શાશ્વત જિનચૈત્યોની સંખ્યાનો વિચાર. ૫) પ્રાસાદોના આકારનો વિચાર. ૬) છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર. ૭) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોમાં ૭ પર્યાપ્તિઓનો વિચાર. ૮) પાંચમા દેવલોકમાં રહેલ કૃષ્ણરાજીઓનો વિચાર.