________________
પ્રકાશકીય
પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મ. પ્રારંભિત અને પૂ. શ્રી તિલકસૂરિજી મ. સમાપ્તિત તેમજ પૂ.આશ્રી.દેવભદ્રસૂરિજી મ. રચિત વૃત્તિઓ તેમજ વિવિધ ગ્રંથો સાથે તુલના વગેરેથી સહિત એવા પૂ.આ.શ્રી. ચંદ્રપ્રભસૂરિજી મ. રચિત-સંકલિત શ્રી દર્શનશુદ્ધિપ્રકરણમ્ અપરનામ સમ્યક્તપ્રકરણમ્ પ્રકાશન કરતાં અતીવ આનંદ અનુભવીએ છીએ.
મૂળ પૌર્ણમયક ગચ્છ-સ્થાપક આચાર્યશ્રીએ સંકલિત કરેલી આ કૃતિ છે અને તેમના સંતાનય વિવિધ આચાર્યોએ જ રચેલી વૃત્તિઓ છે, જેમાં ક્યાંક ક્યાંક એમના નૂતન ગચ્છની માન્યતાઓના સમર્થનો પણ જોવા મળે છે, જેનાં શાસ્ત્રાધારે ખંડનો તપાગચ્છીય પૂર્વ પૂજ્ય પુરુષોએ વિવિધ ગ્રંથોમાં કરેલ જોવા મળે છે માટે વિવેકબુદ્ધિથી તેટલાં સ્થળો અવગાહવા ભલામણ છે.
આ પુસ્તકના પુનર્મુદ્રણ કાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગ પ્રકાશન, અમદાવાદે પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ.
સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિ માર્ગમાં આગળ વધી આત્મ-શ્રેય સાધે એ જ અંતર-ભાવના. વિ.સં. ૨૦૬૯, કાર્તક સુદ ૫
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર રવિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨
દિક્ષાશતાબ્દી સમિતિ