________________
प्रथमं परिशिष्टम
૨',
एगविहदुविहतिविहं चउहा पंचविहदसविहं सम्म।
मोक्खतरुबीयभूयं संपइराया व धारेज्जा।।२४९।। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ પ્રકારે મોક્ષરૂપી વૃક્ષના બીજભૂત સમ્યગ્દર્શનને સંપ્રતિ મહારાજાની જેમ ધારણ કરવું જોઈએ. ૨૪૯
भासामइबुद्धिविवेगविणयकुसलो जियक्ख गंभीरो।। उवसमगुणेहिं जुत्तो निच्छयववहारनयनिउणो।।२५०।। जिणगुरुसुयभत्तिरओ हियमियपियवयणजंपिरो धीरो ।
संकाइदोसरहिओ अरिहो सम्मत्तरयणस्स।।२५१।। સમ્યગ્દર્શન પામવાની યોગ્યતા :
ભાષા, મતિ, બુદ્ધિ, વિવેક અને વિનયમાં કુશળ, જિતેન્દ્રિય, ગંભીર, ઉપશમ ગુણથી યુક્ત, નિશ્ચય અને વ્યવહાર નયમાં નિપુણ, દેવ, ગુરુ અને શ્રુતની ભક્તિમાં તત્પર, હિતકારી અલ્પ અને પ્રિયવચનને બોલનારો, ધીર અને શંકા આદિ દોષથી રહિત આત્મા સમ્યગ્દર્શન રૂપ રત્ન પામવાને યોગ્ય છે. ૨૫૦-૨૫૧
ते धना ताण नमो ते चिय चिरजीविणो बुहा ते य।
जे निरइयारमेयं धरंति सम्मत्तवररयणं ।।२५२।। જે પુણ્યવાનું પ્રાણીઓ આ નિરતિચાર સમ્યક્ત્વને ધારણ કરે છે, તે પ્રાણીઓ ધન્ય છે. તેઓને નમસ્કાર થાઓ, તેઓ જ ચિરકાળ જીવન જીવનારા છે અને તેવા આત્માઓ જ ખરેખર પંડિત પુરુષો છે. ઉપર
उवसम संवेगो वि य निव्वेओ विय तहेव अणुकंपा।
अस्थिक्कं चेव तहा सम्मत्ते लक्खणा पंच।।२५३।। સમ્યગ્દર્શનનાં લક્ષણ : ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકઆ પાંચ સમ્યક્તના લક્ષણ છે. ૨૫૩
इत्थ य परिणामो खलु जीवस्स सुहो उ होइ विन्नेओ ।
किं मलकलंकमुक्कं कणगं भुवि ज्झामलं होइ।।२५४।। આ સમ્યકત્વરત્ન જેની પાસે હોય તે આત્માના પરિણામો વિશુદ્ધ કોટીના હોય છે. શું માટીના કલંકથી છૂટું થયેલું સુવર્ણ ભૂમિ ઉપર મલિન બને ખરું ? ૨૫૪