SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् धम्माधम्मापुग्गल नह कालो पंच हुंति अजीवा । चलणसहावो धम्मो थिरसंठाणो य अधम्मो । । २३७ ।। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ આ પાંચેય અજીવ છે. તેમાંથી ધર્માસ્તિકાય ચલનક્રિયામાં કારણભૂત છે અને અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં કારણભૂત છે. ૨૩૭ अवगाहो आगासो पुग्गलजीवाण पुग्गला चउहा । ધંધા-વેસ-પત્તા પરમાણુ ચેવ નાવવા।।૨રૂ૮।। આકાશાસ્તિકાય, પુદ્ગલ અને જીવોને અવકાશ આપે છે, તથા પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને ૫૨માણુ એમ ચાર પ્રકાર છે. ૨૩૮ समयावलियमुहुत्ता दिवसा पक्खा य मास वरिसा य । भणिओ पलियासागर ओसप्पिणिसप्पिणी कालो ।। २३९ ।। ४२३ કાળવિચાર : ‘સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી' આ સર્વ પ્રકાર કાળના છે. ૨૩૯ सुमग्गो पुत्रं दुग्गइमग्गो य होइ पुण पावं । कम्म सुहाऽसुह आसव संवरणं तस्स जो नियमो । । २४० ।। પુણ્ય-પાપ-આશ્રવ-સંવર વિચાર : પુણ્ય એ સદ્ગતિનો માર્ગ છે અને પાપ એ દુર્ગતિનો માર્ગ છે. શુભાશુભ કર્મનું આત્મામાં આવવું એ આશ્રવ છે અને આશ્રવનો નિરોધ કરવો તે સંવર કહેવાય છે. ૨૪૦ तवसंजमेहिं निज्जर पाणिवहाईहिं होइ बंधोत्ति । कम्माण सव्वविगमो मुक्खो जिणसासणे भणिओ । । २४१ । । નિર્જરા-બંધ-મોક્ષ વિચાર : તપ અને સંયમથી નિર્જરા થાય છે અને પ્રાણિવધ આદિથી કર્મોનો બંધ થાય છે. સર્વ કર્મોના વિનાશને જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. ૨૪૧ जीवाइनवपयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंते अयाणमाणेऽवि सम्मत्तं । । २४२ ।। સમ્યક્ત્વ વિચાર : જે આત્મા જીવાદિ નવ પદાર્થોને યથાર્થ રીતે જાણે છે, તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે પદાર્થોને નહિ જાણનારો પણ જે જીવ તેની ભાવપૂર્વક શ્રદ્ધા કરે છે, તેને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ૨૪૨
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy