________________
प्रथमं परिशिष्टम्
मूलं साहपसाहागुच्छफले छिंदपडियभक्खणया । સર્વાં માળુસ પુષેિ સાઽદ-નુાંત-થળદર।।૨૬।।
કોઈ છ પુરુષોના “મૂળ સહિત વૃક્ષને છેદવું, શાખાઓને છેદવી, નાની શાખાઓને છેદવી, ગુચ્છાઓને છેદવા, ફળોને છેદવાં અને ભૂમિ ઉપર પડેલા ફળોને ખાવાના' તરતમતાવાળા પરિણામ જેવો કૃષ્ણાદિ છ લેશ્યાઓનો તરતમતાવાળો પરિણામ હોય છે.
४२१
વળી કોઈ છ ચોરોના “ગામના સઘળા જીવોને મારવા, મનુષ્યોને મારવા, પુરુષોને મારવા, શસ્ત્રવાળા લોકોને મારવા, સામનો કરનારાઓને મારવા અને ફક્ત સુવર્ણ-રત્નાદિ ધનને લૂંટી લેવા”ના પરિણામ જેવો આ કૃષ્ણાદિ છ લેશ્યાઓનો તરતમતાવાળો પરિણામ હોય છે. ૨૨૬
सामाइयं पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ।। २२७ ।। तत्तो य अहक्खायं खायं सव्वम्मि जीवलोगम्मि । चरण सुविहिया वच्चंत यरामरं ठाणं ।। २२८ । ।
ચારિત્ર વિચાર :
પહેલું સામાયિક ચારિત્ર છે, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર છે, ત્રીજુ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે, ચોથું સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર છે અને પાંચમું યથાખ્યાત ચારિત્ર છે, આ પાંચ પ્રકારના ચારિત્ર સર્વ જીવલોકને આશ્રયીને હોય છે. જેને આરાધીને સુવિહિત આત્માઓ અજરામર-મોક્ષ પદમાં જાય છે. ૨૨૭, ૨૨૮ पुढविदगअगणिमारुय इक्किक्के सत्तजोणिलक्खाओ ।
वणपत्तेय अणंता दस चउद्दस जोणिलक्खाओ । । २२९ । । विगलिंदिए दो दो चउरो चउरो य नारयसुरेसु ।
तिरिए हुंति चउरो चउदस लक्खा उ मणुएसु ।। २३० ।।
યોનિવિચાર :
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચારની સાત-સાત લાખ યોનિ છે. પ્રત્યેક વનસ્પતિ-કાયની દશ લાખ યોનિ છે અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. વિકલેન્દ્રિય જીવોની બે બે લાખ યોનિ છે, નારકી અને દેવની ચાર લાખ યોનિ છે, પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ છે અને મનુષ્યોની ચૌદ લાખ યોનિ છે. ૨૨૯-૨૩૦
सचं मोसं मी असमोसं मणोवई अट्ठ ।
હાઓ રાહ-વિક્રિય-આહારશમીસ-મો।।૨।।
યોગવિચાર :
મનોયોગ અને વચન યોગના ૧-સત્ય, ૨-અસત્ય, ૩-મિશ્ર અને ૪-અસત્યામૃષા આ પ્રમાણે ચાર