________________
आसनसिद्धियाणं विहिपरिणामो उ होइ सयकालं । विहिचाउ अविहिभत्ती अभव्वजियदूरभव्वाणं ।। વિધિનું મહત્વ :
આસન સિદ્ધિક=નજીકના કાળમાં મોક્ષે જનારા આત્માને જ સદાને માટે સર્વ ધર્મ ક્રિયાઓમાં વિધિનું પાલન કરવાનો પરિણામ હોય છે અને વિધિનો ત્યાગ તથા અવિધિનું સેવન કરવાનું મન અભવ્ય અને દુર્ભવ્ય જીવોને હોય છે. ૨૭
धन्नाणं विहिजोगो विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणी धना विहिपक्खअदूसगा धना ।। ધન્ય પુરુષોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે, સદાકાળ વિધિમાર્ગનું પાલન કરનારાઓ પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરનારાઓને પણ ધન્ય છે અને વિધિમાર્ગને દૂષિત નહિ કરનારાઓને પણ ધન્ય છે. ૨૮
42