________________
प्रथमं परिशिष्टम्
३९३
૩-માર્ગતત્વ : दुलहा गुरुकम्माणं जीवाणं सुद्धधम्मबुद्धी वि ।
तीए सुगुरु तम्मि वि कुमग्गठिइसंकलाभंगो।।६९।। દર્શન મોહનીયાદિ કર્મોથી ભારે થયેલા જીવોને શુદ્ધધર્મની બુદ્ધિ ઉત્પન્ન થવી દુર્લભ છે. આ શુદ્ધબુદ્ધિ મળ્યા પછી પણ સદ્ગુરુનો સંયોગ થવો દુર્લભ છે અને સદ્ગુરુનો સંયોગ થયા પછી પણ ઉન્માર્ગના સેવનમાં સ્થિરતા સ્વરૂપ સાંકળનો ભંગ થવો સુદુર્લભ છે અર્થાતુ કે ઉન્માર્ગની પ્રવૃત્તિ અટકાવી દુઃશક્ય છે. ૧૯
जिणभवणे अहिगारो जइणो गिहिणोवि गच्छपडिबद्धा । जहतह देयं दाणं सुविहियपासे वयनिसेहो ।।७०।। जिणभवणबिंबपूयाकरणं कारावणं जईणंपि ।
आगमपरम्मुहेहिं मूढेहिं परूविओ मग्गो ।।७१।। युग्मम् ઉન્માર્ગ-પ્રવૃત્તિ :
આગમ શાસ્ત્રના જ્ઞાનથી નિરપેક્ષ બનેલા, મોહાંધ આત્માઓએ નીચે પ્રમાણે માર્ગને નામે ઉન્માર્ગની પ્રરૂપણા કરી છે. જે કારણે ગચ્છની મર્યાદામાં રહેલા સાધનો અને ગૃહસ્થનો એમ બન્નેનો જિનમંદિરમાં અધિકાર છે. તે કારણે ક્રતાદિ દોષવાળા આહાર, વસ્ત્ર, પાત્રાદિનું દાન સાધુઓને આપવું જોઈએ તથા સુવિહિત મુનિઓ પાસે વ્રતગ્રહણનો નિષેધ કરવો જોઈએ અને સાધુઓએ જિનમંદિર તથા જિનબિંબની પૂજા કરવી અને કરાવવી જોઈએ. ૭૦-૭૧
समणाणं को सारो छज्जीवनिकायसंजमो एयं ।
वयणं भुवणगुरूणं निहोडियं पयडरूवंपि।।७२।। ઉપરની વાત આગમ વિરુદ્ધ છે. કારણ કે-શ્રમણપણાનો સાર શું? દોષિત આહાર આદિ લેવાં અને જિનપ્રતિમાની પૂજા વિગેરે કરવી એ શ્રમણધર્મનો સાર નથી. “શ્રમણધર્મનો સાર તો પૃથ્વીકાયાદિ છે જીવ નિકાયની રક્ષા કરવી એ છે.” એવું સ્પષ્ટ વચન ત્રિભુવનગુરુ શ્રી અરિહંત પરમાત્માએ કહ્યું છે, પરંતુ તે મૂઢ આત્માઓ ત્રિભુવનગુરુના એ વચનની પણ અવગણના કરે છે. ૭૨
मन्नति चेइयं अज्जरक्खिएहिमणुनायमिह केई ।
ताण मयं मयबझं जम्हा नो आगमे भणियं ।।७३।। કેટલાક આ પ્રમાણે કહે છે કે – આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે સાધુઓને જિનમંદિરમાં નિવાસ કરવાની અનુજ્ઞા આપી છે.” આવું હીન વચન બોલનારનો મત જિનાજ્ઞાથી વિપરીત છે. પણ જિનાજ્ઞાને અનુસરતો નથી, કારણ કે-આગમમાં ક્યાંય પણ ચૈત્યવાસ કરવા માટે અનુજ્ઞા અપાઈ નથી. ૭૩