________________
३८२
૧. દેવતત્ત્વ :
तीस अइसयजुओ अट्ठमहापाडिहेरकयसोहो । अट्ठदसदोसरहिओ सो देवो नत्थि संदेहो ||६॥
ચોત્રીશ અતિશયોથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્ય દ્વારા કરાયેલી શોભાવાળા અને અઢાર દોષથી રહિત જે હોય તેને જ સુદેવ કહેવાય એમાં જરા પણ સંદેહ નથી. ૬
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
चउरो जम्मप्पभिई एक्कारसकम्मसंखए जाए ।
नवदस य देवजणिए चउतीसं अइसए वंदे ।।७।।
શ્રી તીર્થંકર પરમાત્માના ચોત્રીશ અતિશયોનું વર્ણન :
જન્મથી ચાર અતિશય, કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગ્યાર અતિશય અને દેવોથી કરાયેલા ઓગણીસ અતિશય એમ ચોત્રીશ અતિશયોને હું વંદન કરું છું. ૭
कंकिल्लि कुसुमवुट्ठी दिव्वज्झणि चामरासणाइं च । भावलय भेरिछत्तं जयंति जिणपाडिहेराई ।।८।।
આઠ મહાપ્રાતિહાર્યની સંપદા :
૧-અશોકવૃક્ષ, ૨-સુરપુષ્પવૃષ્ટિ, ૩-દિવ્યધ્વનિ, ૪-ચામર, ૫-આસન, ૬-ભામંડલ, ૭-દુંદુભિ અને ૮-છત્રત્રયી જિનેશ્વરના આ પ્રાતિહાર્યો જય પામે છે. ૮
अन्नाणकोहमयमाणलोहमायारई य अरई य । निद्दासोय अलियवयणचोरियामच्छरभयाई । । ९॥ पाणिवहपेमकीडापसंगहासा य जस्स इइ दोसा । अट्ठारस वि पणट्ठा नमामि देवाहिदेवं तं । । १० ।।
અઢાર દોષ :
૧-અજ્ઞાન, ૨-ક્રોધ, ૩-મદ, ૪-માન, ૫-લોભ, ૭-માયા, ૭-૨તિ, ૮-અરતિ, ૯-નિદ્રા, ૧૦-શોક, ૧૧-અસત્ય, ૧૨-ચોરી, ૧૩-માત્સર્ય, ૧૪-ભય, ૧૫-હિંસા, ૧૬-પ્રેમ (રાગ), ૧૭-કામક્રીડા (મૈથુન) અને ૧૮-હાસ્ય આ અઢાર દોષો જેઓના નાશ પામ્યા છે; તેવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. ૯-૧૦
तस्स पुणो नामाइं तिनि जहत्थाई समयभणियाई । अरिहंतो अरहंतो अरुहंतो भावणीयाइं । । ११ । ।
તે દેવાધિદેવનાં ‘અરિહંત', ‘અરહંત’ અને ‘અરુહંત' એવાં ત્રણ યથાર્થ નામો સિદ્ધાંતમાં વર્ણવ્યાં છે. તેનાથી આત્માને ભાવિત ક૨વો જોઈએ. ૧૧