SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્મકરણ 488 जडकर्तृत्वं जडेष्वेव 8 ૨૧૮ कार्मणवर्गणाभिधानेन पुद्गलराशिना कृतं ज्ञानावरणादिकर्म अविवेकेन = कर्म-नोकर्मकर्तृप्रतियोगिकाऽऽत्मानुयोगिकभेदविज्ञानविरहेण शुद्धात्मनि = ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममाने विशुद्धे आत्मनि एव 'आत्मना ज्ञानावरणादि कर्म कृतं ' इत्येवं उपचर्यते = व्यवह्रियते । उपलक्षणात् देहादिपरिणामेन स्वयं परिणममाणाभिरौदारिकादिवर्गणाभिः कृतं शरीरादिकं शुद्धात्मनि = देहादिपरिणामेन स्वयमपरिणममाने शुद्धे आत्मनि एव 'मया देहःकृतः, देहपुष्ट्यादिकं कृतं, शरीरं धवलीकृतमि'त्येवं उपचर्यते = व्यवह्रियते निर्विकल्पकविज्ञानघनभ्रष्टैः सङ्कल्प-विकल्पसन्दोहपरायणैर्व्यवहारनयावलम्बिभिः । न चायं परमार्थः, यतः ज्ञानावरणादिकर्मकर्तृत्वं कार्मणवर्गणायामेव, देहादिलक्षण-नोकर्मकर्तृत्वमौदारिकादिवर्गणायामेवेत्यवधेयम् । एवमेव ‘मया धनमुपार्जितं', 'अहमस्याः पतिः पिता पुत्रो वा' इत्याद्युपचारोऽप्यवगन्तव्यः । न चायं પરમાર્થઃ | तदुक्तं समयसारे → जोदेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो । ववहारेण तह कदं णाणावरणादि जीवेण ॥१०६।। <-इति । ज्ञानसारेऽपि -> यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन પરિણામથી સ્વયં પરિણમતી ઔદારિકાદિ વર્ગણાઓ દ્વારા શરીર વગેરે ઉત્પન્ન થાય છે. શુદ્ધાત્મા તો દેહાદિ પરિણામથી સ્વયં પરિણમતો નથી. છતાં પણ “મેં શરીર બનાવ્યું.” “શરીરને મેં તગડું બનાવ્યું, “સાબુ ઘસવાથી અને પાવડર લગાડવાથી મેં શરીરને ઉજળું બનાવ્યું.' - આવા ઉપચાર થતાં હોય છે. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે - કર્મના કર્તા અને આત્મા વચ્ચે ભેદ રહેલો છે. નોકર્મના = શરીરના કર્તા અને આત્મા વચ્ચે પણ ભેદ રહેલો છે. પરંતુ આ ભેદનું જ્ઞાન ન હોવાના કારણે ઉપરોક્ત વ્યવહાર થાય છે. પરંતુ આ પરમાર્થ = વાસ્તવિકતા નથી. આનું કારણ એ છે કે જ્ઞાનાવરણ વગેરે કર્મોનું કર્તુત્વ કામણવર્ગણામાં રહેલું છે. નોકર્મ = દેહનું કર્તુત્વ ઔદારિકાદિ વર્ગણામાં રહેલું છે. આ વાત ધ્યાનમાં રાખવી. જેઓ નિર્વિ વિજ્ઞાનઘન આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલા છે અને સંકલ્પ-વિકલ્પના ઢગલાઓમાં ડૂબેલા છે એવા વ્યવહાર અવલંબી જીવો જ ઉપરોક્ત વ્યવહાર કરે છે. આનું બીજું એક દષ્ટાંત એવું લઈ શકાય કે ઘઉનો લોટ રોટલીના પરિણામરૂપે પરિણમે તો તેમાંથી રોટલીનું નિર્માણ થાય. માટે ઘઉંનાં લોટે રોટલી બનાવી છે. રસોઈયાએ વાસ્તવમાં રોટલી બનાવી નથી; કારણ કે તે પોતે રોટલીના પરિણામથી પરિણત થતો નથી. જો રોટલીના પરિણામથી પરિણમતો એવો રસોઈયો રોટલી બનાવી શકતો હોય તો તે રસોઈયો ઘઉના લોટની જેમ રેતીમાંથી પણ રોટલી બનાવી શકે. પરંતુ એવું નથી. માટે રસોઈયો રોટલીને બનાવનાર નથી - એવું સિદ્ધ થાય છે. છતાં પણ “રસોઈયાએ રોટલી બનાવી.' આવો વ્યવહાર રોટલીના કર્તા (ઘઉનો લોટ) અને રસોઈયા વચ્ચે રહેલ ભેદનું જ્ઞાન ન હોવાથી ; લોકોમાં થાય છે. આ ઔપચારિક વ્યવહાર જાણવો. પ્રસ્તુતમાં ઘઉનો લોટ = કાશ્મણવર્ગણા, રોટલી = જ્ઞાનાવરણાદિ કર્મ, રસોઈયો = આત્મા- આ પ્રમાણે સમજીને દષ્ટાંતનું અર્થઘટન વાચકવર્ગે સ્વયં કરવું. ઘાણા વ્યવહાર તો ખોટા હોવા છતાં પણ લોકમાં પ્રસિદ્ધ છે. જેમ કે નળમાંથી પાણી આવે ત્યારે ‘નળ આવ્યો' એવો વ્યવહાર છે. મુસાફરો ગામની નજીક આવે ત્યારે તેઓ “ગામ આવ્યું” આવો વ્યવહાર કરે છે. આ જ રીતે મેં ધન ઉત્પન્ન કર્યું.” “હું આનો પતિ છું', “પિતા છું', “પુત્ર છું'ઈત્યાદિ ઉપચાર પણ પ્રસ્તુતમાં આત્મા અને દેહ વગેરે વચ્ચે રહેલા ભેદના અજ્ઞાનના કારણે થતો હોય છે - એવું જાણી લેવું. પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે > યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં “રાજાએ યુદ્ધ કર્યું” - એમ લોકો (વ્યવહારથી) કહે છે. તેવી રીતે “જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કહ્યું'' - એમ વ્યવહારથી લોક કહે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy