SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ परमात्मस्वरूपद्योतनम् राग-द्वेषादयो वर्णादयश्च नात्मस्वभावभूताः, गमनागमनानुपपत्तेः । किन्तु ते पौद्गलिककर्मकार्यस्वरूपाः, तदुदये तत्सत्त्वात् तदनुदये चासत्त्वात् । पौद्गलिककर्मान्वय-व्यतिरेकानुविधायिरागादि-रूपादिविनिर्मुक्तज्ञायकैकस्वभावो ह्यात्मेत्येवं विमर्शादशुद्धनयप्रचारो विरमति । तदुक्तं समयसारे पुग्गलकम्मं रागो तस् विवागोदओ हवदि एसो । ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमिको || १९९ || एवं सम्मट्ठी अप्पाणं मुणादि जाणगसहावं । उदयं कम्मविवागं च मुअदि तच्चं वियाणंतो ||२००|| <— -કૃતિ । → णिम्मलु णिक्कलु सुद्धु जिणु विणहु बुद्धु सिवसंतु । सो परमप्पा जिण भणिउ एहउ जाणि નિમંતુ ।।।। ≤‹— - इति योगीन्दुदेवेन योगसारे दर्शितस्य ससरीरा अरहंता केवलणाणेण मुणियसयलत्था । णाणसरीरा सिद्धा सव्वुत्तमसुक्खसंपत्ता || १९८ || णीसेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती । कम्मभावख विय सा वि य पत्ती परा होवि ॥ १९९ ॥ <- इत्येवं कार्त्तिकेयानुप्रेक्षायां दर्शितस्य; ૨૧૨ રાગ થાય દ્વારા અથવા આવાગમન દ્વારા તેની નિવૃત્તિ જ્યાં થાય છે ત્યાં પરમાત્મસ્વરૂપ છે. અશુદ્ધ નયની નિવૃત્તિ આ રીતે થાય —> રાગ-દ્વેષ વગેરે આત્મસ્વભાવભૂત નથી. કારણ કે ગમનાગમનની અન્યથા અનુપપત્તિ થાય છે. જો રાગાદિ આત્માનો સ્વભાવ હોય તો સિદ્ધ પરમાત્મામાં પણ તે અચૂક હોવા જોઈએ. પરંતુ સિદ્ધ પરમાત્મામાંથી રાગાદિ ચાલી ગયા છે. તથા આત્મામાં નવા નવા રાગાદિ પાછળથી આવતા જણાય પણ છે. અમુક વ્યક્તિ કે વસ્તુ ઉપર પૂર્વે રાગ હોય પણ પાછળથી તે રાગ ચાલ્યો જાય તથા પૂર્વે રાગ ન હોય પણ પાછળથી ઉત્પન્ન થાય, જેના ઉપર પૂર્વે રાગ હોય તેના ઉપર દ્વેષ થાય, અને દ્વેષ હોય તેના ઉપર આવું વ્યવહારમાં દેખાય છે. આનાથી ફલિત થાય છે કે રાગાદિ આત્મસ્વભાવભૂત નથી. જેમ ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ હોવાથી તે અગ્નિમાં આવ-જા નથી કરતો પણ કાયમ રહે છે. તેમ રાગાદિ જો આત્માનો સ્વભાવ હોય તો તે આવ-જા ન કરે, પરંતુ કાયમ રહે. આ જ રીતે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પણ આત્માના સ્વભાવભૂત નથી. કેમ કે તે પણ આવ-જા કરે છે, તેમ જ તેમાં ફેરફાર પણ થાય છે. આમ આવાગમનની અન્યથા અનુપપત્તિ હોવાના કારણે સિદ્ધ થાય છે કે રાગાદિ તથા રૂપ-રસાદિ આત્મસ્વભાવભૂત નથી, પરંતુ તે પૌદ્ગલિક કર્મના કાર્ય સ્વરૂપે છે, કેમ કે કર્મનો ઉદય થાય ત્યારે આંતરિક રાગાદિ અને શારીરિક રૂપાદિ હોય છે. કર્મનો ઉદય ન હોય ત્યારે રાગાદિ કે રૂપાદિ હોતા નથી. વીતરાગી-અશરીરી એવા કર્મમુક્ત સિદ્ધ ભગવંતો આનું ઉદાહરણ છે. પૌદ્ગલિક કર્મની હાજરી અને ગેરહાજરીને રાગાદિ કે રૂપાદિ અનુસરે છે. પરંતુ વાસ્તવમાં તો આત્મા રાગાદિ કે રૂપાદિથી રહિત કેવળ જ્ઞાયક સ્વભાવવાળો છે - આવા વિચારવિમર્શથી અશુદ્ધ નયનો ફેલાવો અટકે છે. સમયસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> ‘રાગ એ પુદ્ગલકર્મ છે. કેમ કે તેના વિપાકોદયથી જન્મ રાગ છે. રાગ એ મારો સ્વભાવ નથી. હું તો કેવળ જ્ઞાયક સ્વભાવવાળો છું.' - આ પ્રમાણે સમ્યગ્દષ્ટ પોતાને જ્ઞાયકસ્વભાવવાળો જાણે છે. અને આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો સમકિતી કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. — - નિમઃ । યોગીન્દુદેવે યોગસાર ગ્રંથમાં પરમાત્માની ઓળખાણ આપતા જણાવેલ છે કે —> જે નિર્મળ, નિષ્કલ, શુદ્ધ, જિન, વિષ્ણુ, બુદ્ધ, શિવ, શાન્ત છે તે પરમાત્મા છે એવું કેવલજ્ઞાની ભગવંતો કહે છે. એ વાતમાં કોઈ ભ્રાન્તિ ન રાખો. —અલગ અલગ ગ્રંથોમાં વિવિધ પ્રકારે પરમાત્માનું સ્વરૂપ જણાવેલ છે. કાર્તિકેયઅનુપ્રેક્ષામાં જણાવેલ છે કે > સશરીરી અરિહંતો કેવલજ્ઞાન દ્વારા સઘળા અર્થોને જાણે છે. જ્ઞાનસ્વરૂપદેહવાળા સિદ્ધોએ સર્વોત્કૃષ્ટ સુખ સંપ્રાપ્ત કરેલ છે. બધા કર્મનો નાશ થાય ત્યારે અને કર્મજન્ય
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy