SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ * श्रुतादेर्दुःखरूपतापाकरणम् 8 ૧૮૬ च दुःखमिति न श्रुतादिज्ञानस्य शास्त्र-गुर्वाद्यधीनत्वेऽपि क्षतिरित्याहेति नयमतभेदेनेदं तत्त्वमत्र भावनीयम् /૨/રા જ્ઞાનમનસુરવસ્થ નિરતિરાયતામાદું “જ્ઞાનમનશે’તિ | ज्ञानमग्नस्य यच्छर्म, तद्वक्तुं नैव पार्यते । नोपमेयं प्रियाश्लेषै- पि तच्चन्दनद्रवैः ॥१३॥ इयञ्च कारिका ज्ञानसारे (२/६) वर्तते। स्पष्टत्वान्न विव्रियते ॥२/१३॥ સામોતમત્ર સંવાતિ > “તેનો’તિ | तेजोलेश्याविवृद्धिर्या, पर्यायक्रमवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥१४॥ > जे इमे अज्जत्ताए समणा निग्गंथा एते णं कस्स तेउलेसं वीतिवयंति ? गोयमा ! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयंइ । एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं वीतिवयंति । तिमासपरियाए समणे निग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतिवयंति । चउमासपरियाए समणे णिग्गंथे गहगण-णक्खत्त-तारारूवाणं जोतिसियाणं तेउलेसं वीतिवयंति। पंचमासपरियाए समणे णिग्गंथे चंदिम-सूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीतिवयंति । छम्मासपरियाए समणे णिग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेसं वीतिवयंति । सत्तमासपरियाए समणे णिग्गंथे सणंकुमार જ્ઞાનમગ્નનું સુખ સર્વોત્કૃષ્ટ છે. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્ચ :- જ્ઞાનમગ્ન આત્માનું જે સુખ છે તે કહી શકાય તેમ નથી. પ્રિયાના આલિંગનની સાથે કે ચંદનના વિલેપનની સાથે તેની સરખામણી થઈ શકે તેમ નથી. (૨/૧૩) ટીકાર્ચ - આ કારિકા જ્ઞાનસાર પ્રકરણમાં પણ ઉપલબ્ધ થાય છે. આ શ્લોક સ્પષ્ટ હોવાથી અમે તેનું વિવરણ કરતા નથી. (૨/૧3) પ્રસ્તુતમાં આગમોક્ત વાતનો સંવાદ ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્ચ :- ભગવતીસૂત્ર વગેરે ગ્રંથોમાં સંયમપર્યાયની ક્રમિક વૃદ્ધિને આશ્રયીને જે તેજલેશ્યાની વૃદ્ધિ જણાવી છે તે આવા પ્રકારના જ્ઞાનમગ્ન મહાત્માને સંભવે છે. (૨/૧૪) એક સાધુની તેજલેશ્યાને ઓળખીએ એક ટીકાર્ચ - ભગવતીસૂત્રનું મુખ્ય નામ “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' છે. અર્ધમાગધી ભાષામાં તેને “વિયાહપન્નત્તિ' પણ કહેવાય છે. આ આગમમાં ગૌતમસ્વામી અને મહાવીરસ્વામી વચ્ચે જે પ્રશ્ન અને પ્રત્યુત્તરો સાધુની તોલેશ્યાને ઉદ્દેશીને થયેલા છે તેનો નિર્દેશ આ મુજબ છે. > જે આ વર્તમાન કાળમાં ભ્રમણ નિગ્રંથો છે તેઓ કોની તેજોલેશ્યાને ઓળંગે છે ? આવા પ્રશ્નના જવાબમાં ભગવાન ફરમાવે છે કે “હે ગૌતમ ! (૧) એક મહિનાના સંયમ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવતાઓની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. (૨) આ રીતે બે માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવની તેજલેશ્યાને ઓળંગી જાય છે. (૩) ત્રણ માસના પર્યાયવાળા શ્રમાણ નિગ્રંથો અસુરકુમાર દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય છે. (૪) ચાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો ગ્રહ-નક્ષત્ર અને તારા સ્વરૂપ જ્યોતિષ દેવોની તોલેશ્યાને ઓળંગી જાય છે.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy