SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ निश्चय-व्यवहारापेक्षया ज्ञानसुखभेदाभेदविमर्शः ૧૮૨ અધ્યાત્મોપનિષદ્ઘકરણ संज्ञा-लक्षण-प्रयोजनादिभेदेऽपि निश्चयेनाऽभेदरूपेण परिणममाणं केवलज्ञानमेव सुखं भण्यते ←(પ્રવચનસારવૃત્તિ-गा. ६० - पृ. ७१) । एतेन इन्द्रियार्थसन्निकर्षो हि चन्दनादिविज्ञानस्य हेतु:, सुखस्य तु तद्विज्ञानं, तदभावेऽपि विज्ञानमात्रादेव स्वप्ने सुखोत्पाददर्शनात् सत्यपि चन्दनानुलेपे हेमन्ते तदनुत्पाददर्शनात् (पृ. ८४) इति न्यायकणिकाकृतो वाचस्पतिमिश्रस्य वचनमपि समाहितम्, तस्य सांव्यवहारिकज्ञान-पौद्गलिकसुखभेदप्रदर्शनमात्रपरत्वात् । निश्चयतो ज्ञानादीनामात्माभिन्नत्वात्तेषां मिथोऽभिन्नत्वेऽपि व्यवहारेण भिन्नत्वम् । तदुक्तं हर्षवर्धनोपाध्यायेन अध्यात्मबिन्दौ पीत-स्निग्ध-गुरुत्वानां यथा स्वर्णान्न भिन्नता । तथा दृग्ज्ञानवृत्तानां निश्चयान्नात्मनो भिदा ।। (३ / १०) व्यवहारेण तु ज्ञानादीनि भिन्नानि चेतનાત્ । રાદ્દો: શિરોવવ્યેોઽમેરે મેવવ્રતીતિત્ | <← (૩/૬૬) તિ । नयान्तराभिप्रायेण तु स्वप्रकाशांशे ज्ञानस्य सुखात्मकता, परप्रकाशांशे च ज्ञानस्य सुखभिन्नतेति ज्ञानसुखयोर्भेदाभेदावेव । तथाहि आत्मनः स्वरूपं हि ज्ञानमुच्यते आत्मा च सुखमयः ततश्च स्वांशं गृह्णत् ज्ञानं स्वाभिन्नं सुखमयमात्मानमपि गृह्णात्येवेति स्वप्रकाशांशे ज्ञानस्य सुखात्मकता सिध्यति । न પ્રયોજન વગેરેની અપેક્ષાએ ભેદ હોવા છતાં પણ નિશ્ચય નયથી અભેદરૂપે પરિણમતું કેવલજ્ઞાન એ જ સુખ છે. — આવું કહેવા દ્વારા > ઈન્દ્રિય અને વિષયનો સંબંધ ચંદન વગેરેના જ્ઞાનનો હેતુ છે અને તેનું જ્ઞાન સુખનો હેતુ છે. ઈન્દ્રિયાર્થસંન્નિકર્ષ સુખનો હેતુ નથી, કારણ કે તેની ગેરહાજરી હોવા છતાં પણ વિજ્ઞાનમાત્રથી જ સ્વપ્નમાં સુખની ઉત્પત્તિ દેખાય છે. તથા શિયાળાની રાત્રે ચંદનનો લેપ કરવામાં આવે ત્યારે ઈન્દ્રિયાર્થસંન્નિકર્ષ હોવા છતાં પણ સુખની ઉત્પત્તિનો અભાવ અનુભવાય છે. — આ પ્રમાણે ન્યાયકણિકા ગ્રંથમાં વાચસ્પતિ મિશ્રએ જે કહ્યું છે તેનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે તે વચનનું તાત્પર્ય સાંવ્યવહારિક જ્ઞાન અને પૌદ્ગલિક સુખના ભેદનું પ્રદર્શન કરવાનું છે. છાજ્ઞસ્થિક જ્ઞાન અને શારીરિક સુખ વચ્ચેનો ભેદ તો અમને માન્ય જ છે. નિશ્ચય નયથી જ્ઞાન, સુખ વગેરે આત્માથી અભિન્ન હોવાના કારણે જ્ઞાન, સુખ વગેરે આત્મગુણો પણ પરસ્પર અભિન્ન છે. જ્ઞાનથી અભિન્ન આત્મા અને સુખથી અભિન્ન આત્મા આવું સ્વીકારવાથી ‘જ્ઞાનથી અભિન્ન સુખ’ એવું આપોઆપ સિદ્ધ થઈ જાય છે. છતાં પણ વ્યવહાર નયથી જ્ઞાન અને સુખ વચ્ચે ભેદ રહેલો છે. હર્ષવર્ધન ઉપાધ્યાયે અધ્યાત્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> જેમ પીળાશ, સ્નિગ્ધતા, ગુરૂત્વ સુવર્ણથી ભિન્ન નથી તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર - એ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માથી ભિન્ન નથી. વ્યવહાર નયથી તો જ્ઞાન વગેરે ગુણો આત્માથી ભિન્ન છે. જેમ ‘રાહુનું માથું' - આવી ભેદઅવગાહી પ્રતીતિ રાહુ અને માથા વચ્ચે અભેદ હોવા છતાં પણ થાય છે તેમ આત્મા અને જ્ઞાનાદિ ગુણો વચ્ચે અભેદ હોવા છતાં પણ વ્યવહારનય આત્મા અને જ્ઞાનાદિમાં તેમ જ પરસ્પર જ્ઞાનાદિ ગુણોમાં પણ ભેદની પ્રતીતિ કરાવે છે. — - -> * જ્ઞાન અને સુખનો ભેદાભેદ ના॰ | નયાન્તરના અભિપ્રાયથી તો સ્વપ્રકાશ અંશમાં જ્ઞાન સુખાત્મક છે. અને પરપ્રકાશન અંશમાં જ્ઞાન સુખથી ભિન્ન છે. તેથી જ્ઞાન અને સુખ વચ્ચે ભેદાભેદ રહેલો છે. તે આ રીતે > આત્માનું સ્વરૂપ જ જ્ઞાન કહેવાય છે અને આત્મા સુખમય છે. તેથી પોતાના અંશને સ્વરૂપને ગ્રહણ કરે ત્યારે પોતાનાથી અભિન્ન સુખમય આત્માને પણ ગ્રહણ કરે જ છે. આથી સ્વપ્રકાશ અંશમાં જ્ઞાન સુખાત્મક છે એ સિદ્ધ થાય છે. અહીં એવી શંકા થાય કે > જો આ રીતે જ્ઞાન અને સુખનો અભેદ હોય તો ઘટજ્ઞાન ઉત્પન્ન =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy