________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
ज्ञानेनान्तर्मुखताविधानम्
૧૬૪
२१) इति । इत्थञ्चाऽऽत्मगोचरपरोक्षज्ञानापेक्षया तदपरोक्षज्ञानस्यैव कर्मोदयजन्यभ्रान्तिनिवर्तकत्वमिति फलितम्
૫૨/કા
'आत्माऽपरोक्षनिर्णयोपलब्धये किं कर्तव्यम् ?' इति जिज्ञासां मनसिकृत्याऽऽह 'तेने 'ति । तेनात्मदर्शनाकाङ्क्षी ज्ञानेनान्तर्मुखो भवेत् ।
द्रष्टुर्दृगात्मता मुक्तिर्दृश्यैकात्म्यं भवभ्रमः ||५ ॥
तेन = आत्मसाक्षात्कारस्यैव कर्मोदयप्रयुक्तनिखिलभ्रमनिवर्तकत्वेन हेतुना शास्त्रतः आत्मगोचरप्रमात्मकपरोक्षनिश्चयमुपलभ्य योगी आत्मदर्शनाकाङ्क्षी = आत्मगोचराऽपरोक्षज्ञानाभिलाषी सन् न दुःखेन न वा मोहेन किन्तु ज्ञानेन = पुनः पुनः आत्मविचारेण बहिरात्मदशां परित्यज्य अन्तर्मुखः परमात्मदशाभिमुखः भवेत्, तथैव तदुपलब्धिसम्भवात् । अनेन ज्ञानगर्भितान्तर्मुखताया उपादेयत्वमाविष्कृतम् । तदुक्तं पञ्चदश्यां ब्रह्मसाक्षात्कृतिस्त्वेवं विचारेण विना नृणाम् । आप्तोपदेशमात्रेण न सम्भवति कुत्रचित् ।। (९ / ३०) विचार्याऽप्यापरोक्ष्येण ब्रह्मात्मानं न वेत्ति चेत् । आपरोक्ष्यावसानत्वात् भूयोभूयो विचारयेत् ॥ (९ / ३२) विचारयन्नामरणं नैवात्मानं लभेत चेत् । जन्मान्तरे लभेतैव प्रतिबन्धक्ष सति ॥ (९/३३) प्रतिबन्धो वर्तमानो विषयाऽऽसक्तिलक्षणः । प्रज्ञामान्द्यं कुतर्कश्च विपर्ययदुराग्रहः || જ્ઞાન જ કર્મોદયજન્ય ભ્રમણાઓને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. (૨/૪)
=
આત્માનો અપરોક્ષ નિર્ણય મેળવવા શું કરવું ? આવી શિષ્યની જિજ્ઞાસાને મનમાં રાખી ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ તેથી આત્મસાક્ષાત્કારની ઈચ્છાવાળા સાધકે જ્ઞાન દ્વારા અન્તર્મુખ થવું. દૃષ્ટાનો જ્ઞાન સાથે અભેદ તે મુક્તિ, દૃષ્ટાનો જ્ઞેય પદાર્થ સાથે અભેદ તે ભવભ્રમ. (૨/૫)
:
* જ્ઞાનતાદાત્મ્ય = મોક્ષ; જ્ઞેયતાદાત્મ્ય = સંસાર ન
ઢીકાર્થ :- આત્મસાક્ષાત્કાર જ કર્મોદયથી પ્રયુક્ત સર્વ ભ્રમણાઓને દૂર કરવામાં સમર્થ હોવાના કારણે, શાસ્ત્ર દ્વારા આત્માનો પરોક્ષ યથાર્થ નિશ્ચય મેળવી યોગીએ આત્માના અપરોક્ષજ્ઞાનના અભિલાષવાળા થઈ દુઃખથી કે મોહથી નહિ પરંતુ જ્ઞાનથી અર્થાત્ વારંવાર આત્મવિચારણાથી બહિરાત્મદશાને છોડી પરમાત્મદશાને અભિમુખ અન્તર્મુખ થવું જોઈએ. કારણ કે તે જ રીતે પરમાત્મદશાની ઉપલબ્ધિ સંભવે છે. આવું કહેવાથી જ્ઞાનગર્ભિત અન્તર્મુખતાને પ્રાપ્ત કરવી - એવું ગ્રંથકારશ્રીએ આવેદન કર્યું છે. પંચદશી ગ્રંથમાં જણાવેલ છે કે —> આ રીતે વિચાર વિના માત્ર આમ પુરૂષના ઉપદેશથી ક્યારે ય પણ ‘બ્રહ્મ’તત્ત્વનો સાક્ષાત્કાર સંભવતો નથી. જો વિચાર કર્યો બાદ પણ અપરોક્ષરૂપે આત્માને બ્રહ્મસ્વરૂપે સાધક ન જાણે તો તેણે વારંવાર આત્મવિચાર કરવો જોઈએ. કારણ કે આત્મવિચાર જ બ્રહ્મ-સાક્ષાત્કારનું કારણ છે. મરણપર્યન્ત આત્મવિચાર કરવા છતાં પણ જો આત્મસાક્ષાત્કાર ન થાય તો ભવાન્તરમાં પ્રતિબંધનો નાશ થાય ત્યારે સાધકને જરૂર આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. વર્તમાન પ્રતિબંધના ૧. પ્રસ્તુતમાં અન્તર્મુખતાનો અર્થ વૈરાગ્ય પણ થઈ શકે. પરંતુ તે જ્ઞાનથી જ મેળવવો તેવો અહીં ભાર અપાય છે. અર્થાત્ મુમુક્ષુએ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવા તત્પર બનવું. એવું અહીં વિધાન થાય છે. કારણ કે દુઃખથી કે મોહથી પ્રાપ્ત થતી અન્તર્મુખતામાં અર્થાત્ દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યમાં પોતાની પરમાત્મદશાને પ્રગટ કરવાનું સામર્થ્ય હોતું નથી. અન્તર્મુખતાના સૂચક ત્યાગ, તપ, ધર્માનુષ્ઠાન, દીક્ષા અંગીકાર વગેરે આત્માની સમજણપૂર્વકના હોવા જોઈએ. આ હકીકત ઉપર અહીં ગ્રંથકારશ્રીએ ભાર મુકયો છે.