________________
૧૫૪
અધ્યાત્મપનિષત્રકરણ રહિ જ્ઞાનયોપિરિપતનમ્ દષ્ટિ
॥ अथ ज्ञानयोगशुद्धिनामा द्वितीयोऽधिकारः ॥ दिशा दर्शितया शास्त्रैर्गच्छन्नच्छमतिः पथि । ज्ञानयोगं प्रयुञ्जीत तद्विशेषोपलब्धये ॥१॥
___ अध्यात्मवैशारदी , कषादिशुद्धसिद्धान्तप्रकाशिने नमो नमः ।
माध्यस्थ्यभावनाभ्यासयोगेनाध्यात्मशालिने ॥१॥ વિશુદ્ધાત્રયોગમુપમ્પ વિં મર્તવ્યમ્ ?” તિ વિજ્ઞાસાવામામ્ > ‘વિશે'તિ |
कषच्छेदतापपरीक्षाशुद्धैरध्यात्ममार्गप्रकाशकैरर्थतः सर्वज्ञप्रणीतैः सूत्रतो गणधरग्रथितैः माध्यस्थ्यभावनाज्ञानपरिकलितस्थवीराद्युपबृंहितैः शासन-त्राणशक्तिपरिकलितैः शास्त्रैः दर्शितया दिशा = विधानेन पथि = मोक्षमार्गे गच्छन् = प्रवर्तयन् अच्छमतिः = निर्मलबुद्धिः तद्विशेषोपलब्धये = विशुद्धयोगात्मकशास्त्रज्ञानोत्तरकालीन-केवलज्ञानात्मक-ज्ञानविशेषप्राप्तये ज्ञानयोगं वक्ष्यमाणं प्रयुञ्जीत = व्यापारयेत् धनविशेषप्राप्तये देशाटनादिवत् । इत्थमेव विशुद्धशास्त्रयोगसाफल्योपपत्तेः ॥२/१॥ જ્ઞાનયોગમેવાવેતિ > “વોને'તિ |
‘જ્ઞાનયોગશુદ્ધિ દ્ધિતીય અધિકાર
છે અધ્યાત્મ પ્રકાશ છે કષ, છેદ અને તાપ પરીક્ષાથી શુદ્ધ સ્યાદ્વાદસિદ્ધાંતને પ્રકાશિત કરનાર તથા માધ્યચ્ય અને ભાવનાજ્ઞાનના અભ્યાસના યોગથી પ્રાપ્ત થયેલ અધ્યાત્મથી શોભતા એવા યોગસિદ્ધ પુરૂષને વારંવાર નમસ્કાર થાઓ. (૧)
અધ્યાત્મવૈશારદી ટીકાકારે દ્વિતીય અધિકારના પ્રારંભમાં કરેલ મંગલનો ભાવાનુવાદ કરવાપૂર્વક દ્વિતીય અધિકારનો ગુર્જર ભાવાનુવાદ પ્રસ્તુત થાય છે.
“વિશુદ્ધ શાસયોગને પામીને શું કરવું જોઈએ?” આવી જિજ્ઞાસાના શમન માટે ગ્રંથકારશ્રી ફરમાવે છે કે
શ્લોકાર્ચ - શાસ્ત્રોએ દર્શાવેલ દિશા પ્રમાણે મોક્ષમાર્ગમાં ચાલનાર નિર્મળ બુદ્ધિવાળા સાધકે જ્ઞાનવિશેષની પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરવો જોઈએ. (૨/૧)
જ શાસ્ત્રયોગી જ્ઞાનયોગી બને છે ટીકાર્ચ - ક, છેદ અને તાપ પરીક્ષાથી શુદ્ધ અને અધ્યાત્મમાર્ગ ઉપર પ્રકાશ પાથરનારા તથા અર્થની અપેક્ષાએ સર્વજ્ઞરચિત, સૂત્રની અપેક્ષાએ ગણધરગ્રથિત તેમ જ માધ્ય-ભાવના જ્ઞાનથી શોભતા એવા સ્થવીરોથી પરિપુટ થયેલ એવા જ શાસ્ત્રો જીવોનું અનુશાસન અને રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આવા શાસ્ત્રોએ બતાવેલ દિશા-વિધિ પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતા નિર્મળ બુદ્ધિવાળા સાધકે વિશુદ્ધયોગાત્મક શાસ્ત્રજ્ઞાન પછી ઉત્પન્ન થનાર કેવલજ્ઞાન સ્વરૂપ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ માટે બીજા શ્લોકમાં જેને બતાવવામાં આવશે તે જ્ઞાનયોગ પ્રાપ્ત કરવો જોઈએ. પુષ્કળ ધન મેળવવા માટે પુરૂષ જેમ પરદેશગમન વગેરે પુરૂષાર્થ કરે છે તેમ સાધકે જ્ઞાનયોગ મેળવવા માટે પુરૂષાર્થ કરવો જોઈએ. આ રીતે જ વિશુદ્ધ શાસ્ત્રયોગ સફળ થાય.(૨/૧)
જ્ઞાનયોગને ગ્રંથકારશ્રી હવે જણાવે છે. .