________________
૩૫૧
अध्यात्मवैशारदीकृत्प्रशस्तिः 88
અધ્યાત્મોપનિષત્મકરણ अध्यात्मवैशारदीकृत्प्रशस्तिः आत्म-कमल-वीरप्रभृतिपट्टाम्बरे वराः । दानसूरिवराः जाता भास्करसमकान्तयः ॥१॥ तत्पट्टगगनेऽभवन् मृगाङ्कसमकान्तयः । प्रेमसूरीश्वराः शिष्यादिलब्धिभिस्समन्विताः ॥२।। तत्पट्टाकाशविद्योतका भानुसमकान्तयः । भुवनभानुसूरीशा एकान्तवादनाशकाः ॥३॥ यैरिष्टफलसिद्ध्यादयः सिद्धान्ताः सुरक्षिताः । साम्प्रतं कलिकालेऽपि सङ्घक्याय कृतश्रमाः ॥४॥ न्यायविशारदैर्यैः खल्वष्टोत्तरशतौलिकाः । वर्धमानाभिधानस्य तपसोऽपि कृता मुदा ॥५॥ राजन्ते साम्प्रतं धन्याः तत्पट्टगगनाङ्गणे । श्रीजयघोषसूरीशा निशेशसमकान्तयः ।।६।। आचार्यपदकाले श्रीसकलसङ्घसन्निधौ । स्वगुरुदत्तसिद्धान्तदिवाकरपदान् स्तुवे ॥७॥ प्रमादपरिकल्पितं यदि किञ्चिदालोचितं तदस्ति खलु दूषणं मम हि नैव चान्यस्य तत् । यदत्र नवकल्पनाकलितवैखरीवैभवं तदेव जयसुन्दरस्फुरदमोघशिक्षाफलम् ॥८॥ पञ्चविंशतिभिः सार्धं प्रव्रजितः स मे गुरुः । विजयो विश्वकल्याणः पुण्यशाली प्रभावकः ।।९।। प्रसन्नास्याय सौम्याय चैत्योद्धारोद्यताय हि । भुवनभानुसूरीशशिष्याय गुरवे नमः ॥१०॥ अनेकशास्त्रसंवादं तत्र तत्र प्रदर्य वै । स्व-परदर्शनानां च समन्वयं प्रसाध्य तु ॥११।। ईक्षणाक्षाभ्रराशिप्रमिते (२०५२) विक्रमवत्सरे । मृगशिर्षस्य राकायां मुम्बापुर्यां कृतिः कृता ।।१२।। युग्मम्।
શ્રીજયઘોષસૂરિ મહારાજની હું સ્તુતિ કરું છું.
પ્રસ્તુત ગ્રંથમાં જે કાંઈ પ્રમાદથી અસંગત લખાયેલું હોય તો તે મારું જ દૂષાણ સમજવું, બીજાનું નહિ. અહીં જે કાંઈ અભિનવકલ્પનાશક્તિયુક્ત વૈખરી વાણીનો વૈભવ રહેલો છે તે જ પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર દ્વારા પ્રાપ્ત થયેલ સ્કુરાયમાન અમોઘ શિક્ષાનું શાસ્ત્રાભ્યાસનું ફળ સમજવું.
મુમુક્ષુઓની સાથે પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારનાર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજ મારા ગુરૂદેવ છે. તેઓ પુણ્યશાળી અને પ્રભાવક છે. તેઓ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય છે. દહેરાસરના જીર્ણોદ્ધાર વગેરે કાર્યમાં તેઓ ઉદ્યમવન્તા છે. પ્રસન્ન મુખમુદ્રાવાળા અને સૌમ્ય સ્વભાવવાળા ગુરૂદેવશ્રીને નમસ્કાર.
તે તે સ્થાનોમાં અનેક શાસ્ત્રોના સંવાદ બતાવીને અને સ્વપરદર્શનના સમન્વયને સાધીને વિક્રમ સંવત ૨૦૫૨ ની સાલમાં મુંબઈ નગરીમાં મૃગશીર્ષ પૂર્ણિમાને દિવસે આ કૃતિ પરિપૂર્ણ થઈ.
પદર્શનપરિકર્મિતમતિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા વિદ્વરેણ્ય પરમપૂજ્ય પંન્યાસ પ્રવર વિદ્યાગુરુદેવશ્રી જયસુંદરવિજયજી ગણિવરે સૂક્ષ્મ બુદ્ધિથી પ્રસ્તુત અધ્યાત્મવૈશારદી’ ટીકા તથા અધ્યાત્મપ્રકાશ નામની પ્રસ્તુત ગુજરાતી વ્યાખ્યાનું સંશોધન કરેલ છે.
મુનિયશોવિજયજીની અધ્યાત્મવૈશારદી નામની પ્રસ્તુત ટીકા (=વ્યાખ્યા ગ્રન્થ) કર્તા-શ્રોતા-પાઠકવર્ગને સદા આનંદ આપો. આના દ્વારા લોકો મમતા ઉપર વિજય મેળવવા સ્વરૂપ આંતર લક્ષ્મીને પ્રાપ્ત કરો.